________________
શ્રી ક્ષાંત્યાન'દ પુષ્પ વાટિકા, પ્રકરણ છઠ્ઠું
૧૨૭
જેમ સૂર્યોંદયથી અંધકાર અદૃશ્ય થઈ જાય છે તેમ સત્યશીલ સુશીલાથી હરદુઃખના તન-મનના તાપ અદૃશ્ય થઈ ગયા. એના હૃદયને કઇંક શાંતિ વળી. સર્વ પ્રકારના દુઃખાને ત્યજી ઈ ને બીજે દિવસે સવારે પેાતાના ગામની બહાર એક વણિકની દુકાને માસિક રૂપિયા પ`દરના પગારે નેકરી કરવા રહી ગયા. સાચા દિલથી અને નીતિથી તનતાડ મહેનત કરવા લાગ્યા. આ બાજુ સુશીલા પણ કાઇના પાપડ, ખાખરા, વગેરે બનાવવાનું કાર્ય કરવા લાગી, મૂળની આબરૂ સાચવી કામે કરી કરકસરથી ઘર સંસાર ચલાવવા લાગી. કોઈ દયાથી વધુ પૈસા આપે તે તે લેતી નહી. જાત મહેનત ઝિંદાબાદ એ કથનને જીવનના મંત્ર બનાવ્યા. આવી સદ્ગુણી પત્નીના સંયોગે હરદુઃખતું જીવન પાવન ખની ગયું. ધન વગર પણ તેએ ધન્ય ખની રહ્યાં હતાં. ખટકાંમાંથી બટકું પણ તે ભૂખ્યાને આપી પછી જ જમતાં એથી એમનું જીવન સ ંતાષી બન્યું હતું. ધનની ધખના એમના હૈયાને કદીપણ સ્પશી` શકી નહી. માન, ઈર્ષ્યા, વગેરે દાષા જન્મથી જ તેમનામાં નહતાં. ધારણા અનુસાર દાન આપી ન શકવાથી એમનું મન સદા દુભાતું હતું. સુખરૂપ સંસાર વ્યવહારને ચલાવતાં.એમને પાંચ પુત્રરત્નાની પ્રાપ્તિ થઈ. ધ રૂપ ધનને સાચવતાં શાંતિ પૂર્ણાંક કાળ નિગમન કરતાં હતાં. વાંચક મહાશયે ! એ દ્ય પતિના જીવન તરફ જરા ષ્ટિ કરજો ને તમારા જીવન માટે વિચારજો. આજના દાનેશ્વરી કેવા હાય છે? આપણે જાણીએ છીએ. દાતાને હૈયે કીર્તિની લાલસા હાય છે. લેનારના હૈયે પ્રમાદ ભીડા ઘાલ્યા હોય છે. હાડકાં હરામ બન્યા હાય છે. જેથી લેનાર કે દેનાર કોઇનુ હિત સધાતું નથી. અને સાચુ' કલ્યાણ થતુ" નથી. જો સાચા કલ્યાણ સાધક બનવુ' હોય તા આ દંપતિની જેમ અછતમાં પણ છત કરીને તમારા તન-મનને કેળવે.