________________
પ્રકરણ છઠું
ધન્ય નારી.. હે આરાધ્ય દેવ કોઈની કરી કે ધંધે કરવામાં આપણે હીણવત સમજવી નહીં. જીવનમાં કઈ ખરાબ બદીઓ પિસી જાય એ જ લાંછન છે. પણ નોકરી કરવામાં લાંછન નથી. કેઈની પણ મત મળતી પાઈ આપણે હરામ છે. ભુલેચુકે પણ કઈ પાસે લાંબે હાથ ન કરે પડે તેમાં જ આપણાં કુળની આબરૂ છે. આપણે એ આબરૂ પ્રાણુતે પણ જાળવી રાખવાની છે.
આ સાંભળીને હરદુઃખનું હૈયું સંતાપ રહિત થયું. સતી અને સદ્ગુણી પત્ની ઉપર ઈષ્ટ દેવની જેમ સનેહ ઉભરાયે. અનેક ધન્યવાદ સાથે તે બોલ્યો કે હે દેવી! ખરેખર પૂર્વ જન્મ અનેક પાપ કરતાં મેં કંઈ પૂંઠ વાળેલી છે, જેથી આવા કારમાં દુઃખ સમયે ભાગેલા હૈયામાં હિંમત ભરનાર, અખૂટ ધીરજ અને શ્રદ્ધા ઉપજાવનાર તારા જેવી ગૃહિણને પામી હું ધન્ય ધન્ય બન્યું છું.
आपदे मित्र परीक्षा, सूर परीक्षा रणांगणे भातिः, बिनये वश परीक्षा, स्त्री परीक्षा तु निर्ध ने पुंसि (१)
" દુઃખને સમયે મિત્રની પરીક્ષા થાય છે. શરીરની પરીક્ષા યુદ્ધ ભૂમિ પર થાય છે. વંશની પરીક્ષા વિનયથી થાય છે અને સ્ત્રીની પરીક્ષા નિર્ધન અવસ્થાથી જ થાય છે.