________________
૧૦૪ શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૫ મું જે તમારે સુખ જોઈતું હોય, દુઃખ ન જોઈતું હોય, તે કઈ પણ જીવાત્માને દુભવશે નહિ, અને શ્રી જિનેશ્વર પ્રભુએ પ્રરૂપેલા એવા ધર્મને વિષે તમે પ્રયત્નશીલ થશે.
આ પ્રમાણે ગુરુ મહારાજના મુખથી પિતાના પૂર્વભવને સાંભળી વીરસેન રાજા વૈરાગ્યવાન બની દીક્ષા લેવા માટે તૈયાર થયે. તેમજ સતી ગુણમંજરી અને રતિસુંદરી પણ સંસાર વિરક્ત બની દીક્ષા લેવા માટે ઉત્સુક થઈ પછી અને રાણીઓથી યુક્ત વીરસેન રાજાએ તે જ પૂર્ણ ચંદ્ર મુનીશ્વર પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. ત્રણે આત્માઓ નિરતિચાર પણ ચારિત્રનું પાલન કરતા અનેક આત્માઓને પ્રતિબોધતા પૃથ્વી પર વિહરવા લાગ્યા. ત્યાર બાદ આયુષ્યને અંતે સમાધિપૂર્વક કાળ કરી ત્રણે આત્માઓ સગતિને પામ્યા.
સ્ત્રી વર્ગની પ્રતિષ્ઠા. સ્ત્રી સન્માનની ભાવના ભારત વર્ષમાં બહુ પ્રાચીન કાળથી ચાલી આવે છે. એક જ ઉદાહરણ જુઓ–સીતા-રામ, રાધા-કૃષ્ણ વિગેરે શબ્દો દેશમાં ઘણું જુના વખતથી બેલવામાં પ્રસિદ્ધ છે, તેમાં પહેલું સ્ત્રીનું નામ ઉચ્ચારવામાં આવે છે, અને એ પછી પુરૂષનું. પ્રાચીન કષિનું વાકય પણ પ્રસિદ્ધ છે કે___ यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवताः.
અર્થાત્ જ્યાં સ્ત્રીનું સન્માન છે તે સ્થળ દેવતાઓની કીડા ભૂમિ બને છે.