________________
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૫ મું ૧૦૩ આહાર પાણીમાં અંતરાય ર્યો. રાજા-રાણું બંનેની અનુમતિ હેવાથી બનેએ નિકાચિત કર્મ બાંધ્યું. પછી દયા ઉત્પન્ન થવાથી મુનિને મુક્ત કરી પિતાના કરેલા અપરાધની મુનિ પાસે ક્ષમા માગી, અને કરેલા પાપને પરત કરવા લાગ્યાં. ત્યાર બાદ વ્રત, તપ, જપ, ઇંદ્રિય દમન, દયા, પોપકાર વિગેરે ધર્મમાં રક્ત રહી આયુક્ષયે મહેન્દ્રસેન રાજા મરીને સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. અને મહિમાવતી તેની દેવીપણે ઉત્પન્ન થઈ સુરસુખને ભોગવી આયુષ્યને અંતે ત્યાંથી
ચવીને હે રાજેન્દ્ર! તે મહેન્દ્રસેન દેવને જીવ તમે વીરસેન. રાજા થયા, અને પૂર્વના નેહથી મહિમાવતી દેવીપણને જીવ તમારી રાણી ગુણમંજરી થઈ. કુલમદના કારણે તેણીને સનીને ઘેર જન્મ લે પડશે. હે નરેન્દ્ર! મુનિને બાર ઘડી સુધી ગુરૂથી વિગિત કરી આહાર–પાણીમાં અંતરાય કર્યો, તે નિકાચિત કર્મના ઉદયથી તમારે રાજ્ય ભ્રષ્ટ થઈ બાર મહિના સુધી ભીખારીની જેમ ભટકવું પડયું અને મહારાણું ગુણમંજરીને પણ બાર મહિના સુધી વિવિધ સંકટે સહન કરવાં પડ્યાં. અને પછી ધર્મની આરાધના કરવાથી સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થઈ કહ્યું છે કે
कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि। अवश्यमेव भोक्तव्य, कृत कर्म शुभाशुभम् ॥ १ ॥
હે ભવ્યાત્માઓ! કર્મ કરતાં જીવને ભાન હોતું નથી, પણ જ્યારે ઉદયમાં આવે છે અને ભેગવવાં પડે છે ત્યારે તે આત્મા રડવા બેસે છે. પણ રડતાં તે કર્મો છૂટી જતાં નથી.