________________
૯૮ શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૩ મું દરેક ક્ષેત્રમાં તેને લાગુ પાડવામાં આવે છે. એ સિદ્ધાંતને વાસ્તવિક રીતે ન્યાય આપીએ તે જરા પણ સંકેચ વગર કહેવું જોઈએ કે, મનુષ્ય જાતિમાં સ્ત્રી એ પુરૂષની સમાન છે, જરાય ઉતરતી નથી. પુરૂષની તે છાયા નહિ પરંતુ તેનું પણ પુરૂષ જેવું જ વ્યક્તિત્વ છે તેના આ વ્યક્તિત્વને સંપૂર્ણ વિકાસ કરવા તેને પુરૂષ જેટલી સ્વતંત્રતા હોવી જોઈએ. પણ આજે એ ભાન ભૂલાઈ ગયું છે. સ્ત્રી એટલે ઘરની ચાર દિવાલ વચ્ચે પૂરાઈ રહેનારું પ્રાણી, અને પુરુષ એટલે પૃથ્વીના પટ પર ગમે ત્યાં આથડનાર સ્વતંત્ર મનુષ્ય. પુરૂષને અનેક વિશાળ ક્ષેત્રોમાં ગુમવાનું, અને સ્ત્રીને ભાગે ચૂલે ને ઘેડીયું. પુરૂષને પુસ્તકાલય, કલબ, ભાઈ બંધનાં ઘર, મેળાવડા, નાટક, સીનેમા વિગેરે જ્ઞાન ને ગમ્મતનાં ક્ષેત્રમાં લહેરથી વિહરવાનું, આથી ઉલટું સ્ત્રીને આખા દિવસની નોકરી અને રાત્રે પણ બાળકની નોકરી માટે ઉજાગરા, એના કામમાંથી એ કદિ ઉંચી જ ન આવે. સ્ત્રીને ઘડીક આરામ, વિનેદ, બહાર ફરવું કે જ્ઞાનની વૃદ્ધિ કરવી, એવી એને જાણે જરૂર જ ન હોય! એટલું જ નહિ, પણ જે સ્ત્રી કાંઈ બાબત પૂછે તે તરતજ તેને પતિ ઉત્તર આપે કે “તું એમાં શું સમજે ? તારે એ પંચાતમાં પડવાની શી જરૂર છે? એ તે અમારાં કામ છે? આવી રીતે બેલી સ્ત્રીની છતી શક્તિને પુરૂ દબાવી દે છે. પણ ભાઈએ ! આવા સડેલા વિચારે તમારા મગજમાંથી કાઢી નાખે. સ્ત્રીઓએ શું શું કામ કર્યા છે તે તમે શાસ્ત્રથી જાણી શકશે. અનેક સંકટમાં સ્ત્રીઓએ પિતાનું રક્ષણ અને પિષણ કર્યું છે, તેમ જ અનેક લાલચ સામે ટકી રહેવાનું