________________
[૨]
- તારક તમે ભવ્યાત્મના, હે જિનપતિ! એ કેમ ઠરે, - તુજ હૃદય કરતા વહન એ, સંસાર સાગર ઉતરે;
એ છે બરાબર ચામડાની, મસક જળ ઉપર તરે, અંદર રહેલા પવનને જ, પ્રભાવ એ નિશ્ચય ઠરે. ૧૦
હરિહર વગેરેના પ્રભાવ, થયેલ નાશ અનંગમાં, તે કામદેવ કરેલ આપે, હત પ્રહત ક્ષણવારમાં; બુઝાઈ જાયે અગ્નિ જે, પાણીના સાધન મળે, પીધું નથી શું? પાણી, તે પણ દુસહ વડવાળે. ૧૧
હે સ્વામી! અતિશય પ્રઢતા, વાળા મળેલા આપને, આશ્ચર્ય! પ્રાણી કેવી રીતે, હદયમાં ધારી અને - ભવસિધુ હલકા વજન માફક, શીધ્ર ઉતરી જાય છે, મહાન પુરુષ પ્રભાવ એ, નિશ્ચય અચિંત્ય ગણાય છે. ૧૨
હે પ્રભુ! શરૂઆતે જ કીધો, નાશ આપે કોઈને, આશ્ચર્ય ! તે પછી કેમ બાળ્યા, કર્મરૂપી ચોરને; અથવા નથી આ લોકમાં શું? શીતળ પણ દષ્ટિ થતું, હિમ સમૂહ વનખંડી કેરા, વૃક્ષ લીલા બાળતું. ૧૩
હે જિન ! સિદ્ધ સ્વરૂપી એવા, આપને સંતે સદા, નિજ હૃદયરૂપ કમળતણ, ડોડા વચ્ચે નિહાળતા પવિત્ર નિર્મળ કાન્તિવાળા, કમળના બીજને મળે, મધ્યસ્થાન કર્ણિકા થકી, નહિ સંભવે બીજે સ્થળે. ૧૪