________________
[૯] દેદીપ્યમાન અસંખ્ય ગુણની, સ્થાન એવા આપને, હે નાથ ! છઉ મતિમંદ હું, તત્પર સ્તવન કરવા બજે; પહોળા કરી બે હાથને, શું બાળ પણ કેતું નથી, સાયર તણા વિસ્તારને, નિજ બુદ્ધિના અનુસારથી, ૫ હે પ્રભુ! ગુણે થાતા નથી, તસ વચન ગોચર સંતને, તે શક્તિ મુજ કેમ હોય? તે વિષે કહેવા તેમને માટે થયું એ કામ અણુવિચાર્યું એહ પ્રકારથી, અથવા સ્વભાષા નિશ્ચયે પણ, પક્ષી શું વદતા નથી? ૬:
રહે દૂર સ્તવન અચિંત્ય, મહિમા એ જિનેશ્વર આપનું તુજ નામ પણ રક્ષણ કરે, ભવભ્રમણથી ત્રણ જગતનુ; જિન પંથી જન પીડાયલા હોય, ચીમને તડકે ખરે, જળકણ સહિત તસ પ, સરને પવન પણ ખુશી કરે. ૭
હે સ્વામી ! હદય કમળ તમે, વતે છતે પ્રાણ તણું, દઢકર્મ બંધન પણ થતાં, ક્ષણવારમાં શિથીલ ઘણાં; જિમ આવતા મધ્યભાગમાં, વનમેર ચંદન વૃક્ષના, તત્કાળ બંધન સર્ષમય પણ, છૂટી જાય તેહના. ૮:
દર્શન તમારું દેખતાં પણ, હે જિનેન્દ્ર ! મનુષ્યના, ભયંકર ઉપદ્રવ સેંકડે, મૂકાય નિશ્ચય તેહના; ગેવાળ કિંવા ભૂપતિ, તેજસ્વી રવિને પેખતા, નાશી જતા ચોરવડે, જેમ શીધ્ર પશુ છૂટી જતા. ૯