________________
[
૮]
કલુષિત ઝરતા મદવડે, ગંડસ્થળે ચંચળ દીસે, ઉન્મત્ત ભ્રમર ગુંજાર, અતિ ક્રોધ છે જેના વિષે; ઉદ્ધત અિરાવત પ્રભાએ, હસ્તી સન્મુખ આવતા, . એ જોઈ આશ્રિતે તમારા, ત્રાસને નથી પામતા. ૩૪
ભેદેલ ગજ શિરથી સરેલા, વેત ખરડ્યા રૂધિરે, વેરાયેલા મોતી સમૂહ, ભૂમિભાગ સુશોભિત કરે; એવા ઉછળતા બે પગે, સિંહ ફાળમાં આવ્યા છતાં, તુજ પાદયુગ ગિરિરૂપ, આશ્રિતને નથી સંહારતા. ૩૫
મદેન્મત્ત નેત્રે લાલ કેયલ, કંઠસમ કાળે દીસે; ઉદ્ધત સરપ ઊંચી ફણા કરી, આવતે સન્મુખ ધસે, ભય રહિત ચાલ્યા જાય ચરણ યુગલવડે અળગો કરે, જેઓ તમારા નામરૂપ, નાગ દમની હદયે ઘરે. ૩૭
ચુદ્ધ ભયંકર ગર્જનાઓ, ગજ તુરંગ વડે થતી, આવેલ રણસંગ્રામમાં નૃપ, સિન્ય જોરાવર અતિ; ઉદય થતા રવિ કિરણથી, અંધકાર અળગો થાય છે, તત્કાળ તિમ તુજ કિર્તાને, એ સન્યને ભેદાય છે. ૩૮ ભાલાગ્ર ભેદિત ગજ રૂધિર રૂપ, જળ પ્રવાહે ચાલતા, તરવા ભયંકર યુદ્ધમાં સુભ, તુરત આતુર થતા જિત્યા વિશેષે જેમણે શત્રુ, અજિત સુપક્ષથી, તે પણ જિતાયે તુજ ચરણરૂપ, કમળવને આશ્રિતથી ૩૯