________________
[૮૬ ]
મહિમા અચિંત્ય અસંખ્ય ગુણ, અવિનાશી આદિ વિભુ તમે, છે બ્રહ્મ ઈશ્વર અંત નહિં, કેતુ સમાન અનંગને; યોગીશ્વર જાણેલ ગ, અનેક એકપણે રહે, કેવલ્યજ્ઞાન સ્વરૂપ નિર્મળ, આપને સંતે કહે. ૨૪
સુર પૂજ્ય બુદ્ધિ બેધથી, હે નાથ આપ જ બુદ્ધ છે, ત્રણ ભુવન સુખી કરવા થકી, પ્રભુ આપ શંકર શુદ્ધ છે; હે ધીર! મુક્તિ માગ વિધિ રચવાથી બ્રહ્મા આપે છે, હે નાથ ! ગુણ પર્યાય આપ જ, પ્રગટ પુરુષેત્તમ છે. ૨૫
નમસ્કાર હે હે નાથ! ત્રિભુવન, દુખ હરનારા તને, નમસ્કાર હે પૃથ્વીતળ , અમલ ભૂષણ આપને નમસ્કાર હે ત્રણ જગતના, હે નાથ પરમેશ્વર! તને, નમસ્કાર હે હે જિનપતિ! ભવસિધુ શોષણકારને. ૨૬
હે મુનીશ! સકળ ગુણવડે આશ્ચર્ય શું જોયે તને, અંતર રહિત આશ્રય કરી રહે, સુપ્રકારે આપને; દેચે વિવિધ આશ્રય ગ્રહી, ઉપજેલ એવા ગર્વથી, પ્નાંતરે પણ આપને, જોવાયલા ક્યારે નથી. ૨૭
ઉચ્ચ કિણથી આશ્રય ગ્રહેલું, ઊંચા અશક તરૂતણું, હે નાથ! અતિ નિર્મળ તમારું, અંગ છે સોહામણું કિરણે સહિત દેદીપ્યમાન, હણેલ તિમિર સમૂહને, તે સૂર્યબિમ્બપરે રહેલ, જણાય સમીપે મેઘને. ૨૮