________________
[૮૫] હે નાથ! તુજ મુખ ચંદ્રમા છે, તિમિર હર તેજે મણી, ત્યાં શી જરૂર રાત્રિ દીવસમાં ચંદ્ર કે દિનકર તણું; નિપજેલ શાલીથી સુશોભીત, લોકમાં શાલીવને, દરકાર શું તેઓ ચહે, જળથી નમેલા મેઘને. ૧૯
હે નાથ! શેભી રહેલ તારું, જ્ઞાન પૂર્ણ પ્રકાશથી; એવી રીતે એ હરિહરાદિક દેવ બીજામાં નથી, મણીઓ વિષે દેદીપ્યમાન, મહત્ત્વ જે રીતે દીસે, મહત્ત્વ એ નહિ કાતિએ પણ, કાચના કકડા વિષે. ૨૦ માનું રૂડું નિશ્ચય દીઠા મેં, હરિહરાદિક દેવને, વિઠા છતાં મમ હદય ધરતું, આપમાં સતેષને હે નાથ! દર્શન આપના, પામ્યા પછી આ જગ વિષે, ભવાન્તરે પણ અવર મન, હરનાર દેવ નહિ દિસે. ૨૧
હે નાથ! સ્ત્રીઓ સેંકડો, સૂત સેંકડોને પ્રસવતી, પણ તુજ સરીખા પુત્રને જાણનાર કે માતા નથી; નક્ષત્રને ધારણ કરે છે, સકળ એ બીજી દિશા, દેદીપ્યમાન કિરણ સહિત, રવિ એક પ્રગટે પૂર્વમાં. ૨૨
હે નાથ ! પરમ પુરુષ તમને, મુનિવરે સહુ માનતા, રવિ કિરણ નિર્મળ વરણસમ, અંધકાર સામે શોભતા, જાયે જિતી હે જિન રૂડા તુજ પસાથે મૃત્યુથી, એ સમ ઉપદ્રવ રહિત બીજે, મોક્ષને મારગ નથી. ૨૩