________________
[૭૪] જિતી નાંહી શકાય એહવે, જેને કાયમને વ્યવસાય, તેમજ શરીર સંબંધી બળમાં, પણ જેને જિતી ન શકાય, તપ અને ચારિત્ર વિશે પણ, જેઓ જગમાં નહિ જિતાય; સ્તવના એહ રીતે હું કરું છું, આપ તણી શ્રી અજિતજિનરાય.
[ સવૈયા–એકત્રીશા ]
નવીન શરદઋતુ ચંદ્રથકી પણ, સૌમ્ય ગુણે નહિ પામી શકાય, નવીન શરદઋતુ સૂર્યથકી પણ, તેજ ગુણામાં નહિ પહોંચાય; ઈન્દ્ર સરીખાથી પણ જેને, રૂપ અને ગુણમાં ન પમાય, સ્થિરતા ગુણ છતાં પણ મેરુ, પર્વત જેના તુલ્ય ન થાય.
- ક
શ્રેષ્ટ ચતુર્વિધ સંઘ પ્રવર્તક, નહિ કમ રજ કે અજ્ઞાન, વૈર મલિનતા રહિત જેમને, સ્તવતા પૂજતા બુદ્ધિવાન;