________________
શ્રી ગૌતમસ્વામીને છંદ
પેલે ગણધર વીરને રે, શાસનનો શણગાર;
ગૌતમ ગોત્ર તણે ઘણી રે, ગુણમણ યણ ભંડાર.
જયંકર છે ગૌતમ સ્વામએ તે નવનિધિ હોય જસ નામ, એ તે પુરે વાંછિત ઠામ,
એ તે ગુણમણિ કેરે ધામ
જયંકર જી ગૌતમ સ્વામ. ૧ જેષ્ઠા નક્ષત્રે જનમિયા રે, ગેબર ગામ મઝાર; વસુભૂતિસૂત પૃથ્વી તણે રે, માનવ મોહન ગાર.
જયકર જી ગૌતમ સ્વામ. ૨