________________
પ્રિયકરનૃપ ચરિત્ર.
તે રાજ્ય શાલે છે.
હવે એક્દા તે રાજાએ પેાતાના અશૂર નામના પુત્રના વિવાહમહાત્સવ માંડ્યો. અને તેને માટે એક માટા મહેલ બનાવવાને તેણે વાસ્તુશાસ્ત્રમાં નિપુણ એવા અનેક કારીગરોને એલાવ્યા. કહ્યું છે કેઃ— વૈશાખ, શ્રાવણ, માગશિર, ફાલ્ગુન તથા પોષ માસમાં ઘર કરવુ પણ અન્ય માસમાં ન કરવું, એમ વારાહુ મુનિના મત છે; તેમજ ઘરમાં પૂર્વ દિશાએ લક્ષ્મીભડાર કરવા, અગ્નિખૂણે રસોડું કરવું, દક્ષિણ દિશાએ શયનસ્થાન અને નૈઋત્ય ખણે આયુધાદિકનું સ્થાન કરવું, પશ્ચિમ દિશાએ ભાજન કરવાનું સ્થાન, વાયવ્યખૂણે ધાન્ય રાખવાનુ સ્થાન, ઉત્તર દિશાએ જળસ્થાન તથા ઇશાન ખૂણે દેવગ્રહ કરવું. ” આ પ્રમાણેની વિધિપૂર્વક આવાસ તૈયાર કરાવ્યેા. પછી તે આવાસને ચિત્રકળામાં નિપુણ એવા અનેક ચિત્રકારે રમ્ય અને વિવિધ ચિત્રાથી ચિતરવા લાગ્યા, તથા અનેક સુવર્ણ કારો રત્ન અને સુવર્ણનાં વિવિધ આભૂષણા ઘડવા લાગ્યા.
એવા અવસરમાં દેવતા પાસેથી વરદાન મેળવીને કેટલાક સુવર્ણ કારા પાટલીપુત્ર નગરથી ત્યાં આવ્યા, અને રાજા પાસે આવીને તેઓ કહેવા લાગ્યા કે હે રાજન્ ! અમારાં ઘડેલાં આભૂષણા જે પહેરે છે તે જો રાજ્યને ચેાગ્ય હાય તા તેને રાજ્યની પ્રાપ્તિ થાય છે અને ખીજા સામાન્ય જનાને તેથી મહત્વ પ્રાપ્ત થાય છે. વધારે શુ કહીએ ? તે જો રાજા હાય તેા રાજાધિરાજ થાય છે. ” આ પ્રમાણેનાં તેમનાં વચન સાંભળીને સંતુષ્ટ થયેલ રાજાએ તે સુવર્ણ કારાને તેવા પ્રકારના એક હાર તૈયાર કરવાના આદેશ કર્યો, અને તેને માટે જોઇતુ સર્વોત્તમ સુવર્ણ, મણુિં તથા રત્ના આપવા રાજાએ પોતાના ભડારીને હુકમ કરી દીધેા. પછી
,,