________________
૭૮
પ્રિયંકરનૃપ ચરિત્ર કરવા લાગે, એટલે તેનું અનુકરણ કરીને તેની પ્રજા પણ ધર્મમાં આદર કરી અનેક પ્રકારના પુણ્યકર્મ કરવા લાગી. કહ્યું છે કે-રાજા જે ધર્મિષ્ટ હોય તે પ્રજા ધમિષ્ટ થાય છે, રાજા જે પાપી હોય તે પ્રજા પાપષ્ટ થાય છે, અને જે સમાન હોય તે પ્રજા પણ સમાન થાય છે, પ્રજા રાજાનું જ અનુકરણ કરે છે. એટલા માટે જ કહેવાય છે કે-થા નાના તથા જના.
આ પ્રમાણે કેટલાક દિવસો વ્યતીત થયા પછી ધનદત્ત શેઠની પુત્રી શ્રીમતી કે જેને પટ્ટરાણીપદે સ્થાપી હતી તેને પુત્ર થયે. એટલે રાજાએ મહા આડંબરપૂર્વક તેને જન્મોત્સવ કર્યો અને દીનાદિકને બહુ દાન આપ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતાં તે પુત્રનું રાજાએ મહત્સવપૂર્વક “યંકર એવું નામ પાડ્યું. પાંચમે મહિને તે કુમારને મુખમાં દાંત આવ્યા; એટલે રાજાએ તે બાબત શાસ્ત્રજ્ઞ જનેને પૂછયું તેઓએ કહ્યું કે જે પ્રથમ મહિને દાંત આવે તે કુળને દવંસ કરે છે, બીજે મહિને આવે છે તે પિતાને જ હણે છે, ત્રીજે મહિને આવે તે પિતા અને પિતામહનો નાશ કરે છે, ચેથે મહિને આવે તો ભાઈઓનો વિનાશ કરે છે, પાંચમે મહિને આવે તે શ્રેષ્ઠ એવા હાથી, અશ્વ અને ઉંટેની પ્રાપ્તિ થાય છે, છટ્ઠ મહિને આવે તે કુળમાં કલહ અને સંતાપ કરે છે, સાતમે મહિને ધન, ધાન્ય અને ગાય વિગેરેને નાશ કરે છે અને જે દાંત સહિત જન્મ થાય તે તેને રાજ્ય મળે છે. આ પ્રમાણે સાંભળીને રાજાએ સંતુષ્ટ થઈ તેમને દ્રવ્ય અને વસ્ત્રાદિક આપી વિસર્જન કર્યા.
અન્યદા રાજાના બીજા હૃદય સમાન અને સર્વ રાજ્યકાર્યમાં ધુરંધર એ મંત્રી શૂળરોગથી મરણ પામે. તેથી પ્રિયંકર રાજાને