________________
૫૪
પ્રિયંકરનૃપ ચરિત્ર. હવે કેટલાક દિવસ પછી તે વ્યંતરને હાંકી કાઢવાની વાત રાજાના હિતકર નામના મંત્રીના સાંભળવામાં આવી. કારણ કે ગુપ્ત કરેલું પણ શુભાશુભ પ્રાયઃ લેકમાં પ્રસિદ્ધ થાય છે. પછી તે મંત્રીએ પ્રિયંકરને પિતાને ઘેર બેલા અને સ્વાગત પૂછયું. કહ્યું છે કે-આવ, પધારો, આ આસન પર બેસે, તમારાં દર્શન નથી મને ખુશાલી થઈ છે, આજકાલ ગામમાં શું વાત ચાલે છે, કેમ હાલમાં તમે અશક્ત લાગે છે ? હમણું તે બહુ વખતે દેખાયા–આ પ્રમાણે ઘેર આવેલા પોતાના સ્નેહીને જે આદરપૂર્વક કહે છે, તેમને ઘેર સદા નિઃશંક મનથી જવું યોગ્ય છે” પછી મંત્રીએ કહ્યું- હે પ્રિયંકર ! તારા પરોપકારનો વૃત્તાંત મારા સાંભળવામાં આવેલ છે. ખરેખર તું ધન્ય અને ભાગ્યવંત છે. કહ્યું છે કેपरोपकाराय वहंति नघः, परोपकाराय फलंति वृक्षाः। परोपकाराय दुईति गावः, परोपकाराय सतां विभूतयः ॥१॥
નદીઓ પોપકારને માટેજ વહે છે, વૃક્ષો પર પકારને માટેજ ફળે છે, ગાય પોપકારને માટેજ દુધ દે છે અને સજજન પુરૂષની વિભૂતિ પરોપકારને માટેજ હોય છે.” વળી
મેઘ, સૂર્ય, વૃક્ષ, દાતારે અને ધર્મોપદેશકે–એમના ઉપકારાની વસુધા પર મર્યાદા (હદ) નથી. જો કે આ જગતમાં તે સ્વાર્થ રહિત સ્નેહ પણ દુર્લભ છે.” કહ્યું છે કે- જન્મથી નિવાસ કરવાને લીધે વિધ્યાચળ ઉપર હાથીને પ્રીતિ હોય છે, સુગંધ આપવાના ઉપકારથી મધુકરની કમળમાં પ્રીતિ હોય છે, સંબંધને લીધે સમુદ્ર અને ચંદ્રને પરસ્પર પ્રેમ દેખાય છે, અને મેઘમાં જળના લેભથી ચાતક પ્રીતિ રાખે છે–આ પ્રમાણે સર્વત્ર