SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ પ્રિયંકરનૃપ ચરિત્ર. તે બોલ્યો કે – जडानां संगतियंत्र, मीतिश्च जलजैः सह । उपकारि घनाधारं, मत्पिता तत्र विद्यते ॥१॥ “જ્યાં જડ (જળ)ની સાથે સંગત છે, પંકજની સાથે જ્યાં પ્રીતિ છે, જે ઉપકારી છે અને ઘન ( વર્ષા–પક્ષે ઘણા ) ના આધારરૂપ છે ત્યાં મારા પિતા છે.” આ પ્રમાણે તે બંનેની ચતુરાઈ જાણીને પ્રિયંકર હૃદયમાં ચમત્કાર પામી કહેવા લાગ્ય–શું ત્યારે ઉપાધ્યાય સરોવરપર ગયા છે ?” આ પ્રમાણે સાંભળીને તેની બુદ્ધિથી તેઓ પણ મનમાં આશ્ચર્ય પામ્યા. પછી તે સરોવર પર ઉપાધ્યાય પાસે ગયે. ત્યાં તેને પ્રણામ કરીને એકાંતમાં પિતાના સ્વપ્નની વાત તેણે ઉપાધ્યાય પાસે નિવેદન કરી. સ્વપ્નની હકીકત સાંભળીને તેને રાજ્યદાયક માની ઉપાધ્યાય પણ ક્ષણવાર વિસ્મય પામી ગયા; પછી તે પ્રિયંકર સાથે પોતાના ઘર તરફ ચાલ્યા. એટલે તેજ વખતે નગરના મુખ્ય દ્વાર આગળ હાથમાં અક્ષત તથા શ્રીફળ સહિત થાળ લઈને સન્મુખ આવતી સ્ત્રીઓ મળી. પંડિત તે જોઈને વિચારવા લાગ્યો કે વિશિષ્ટ વધામણી તે આ સન્મુખ આવી.” એવામાં મસ્તક પર લાકડાનો ભારે ઉપાડીને આવતા બે પુરૂષ મળ્યા. તે શકુનને પણ ઉપાધ્યાયે રાજ્ય આપનારૂં સમજી લીધું કહ્યું છે કે-“નગરમાં પેસતાં કે નીકળતાં જે લાકડાને ભારો સન્મુખ મળે તે તેને રાજ્યની પ્રાપ્તિ થાય, એમ શકુનને જાણનારા જનેએ નિશ્ચય કરેલો છે. આગળ જતાં તેમને મદ્યપૂર્ણ કરક (મદ્યપાત્ર) મળ્યું, એટલે પંડિત બોલ્યા કે-“આ શકુન પણ શ્રેષ્ઠ છે. એટલે પ્રિયંકરે કહ્યું કે-હે પંડિતેશ! આ કરકમાં શું છે. પંડિતે કહ્યું કે
SR No.032369
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy