SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ પ્રિયંકરનૃપ ચરિત્ર. વળ “શુખ દેહથી જ પ્રાણી ધર્મને યુગ્ય થઈ શકે છે, અને જે જે કૃત્ય કરે છે તે સફળ થાય છે.” શેઠના આવા દઢ નિયમથી સંતુષ્ટ થયેલા રાજાએ તે બધું નિધાન તેને સમર્પણ કર્યું અને કહ્યું કે-હે શ્રેષ્ઠિન ! આ નિધાન તારા પુણ્યથી જ પ્રગટ થયું છે, માટે તું જ તેને ગ્રહણ કર.” પછી રાજાએ સન્માનપૂર્વક શેઠને વિદાય કર્યા, એટલે નિધાન લઈને શેઠ પિતાને ઘેર આવી વિચારવા લાગ્યા કે–“અહો ! આ લેકમાંજ મને નિયમનું ફળ પ્રાપ્ત થયું. કહ્યું છે કે परार्थग्रहणे येषां, नियमः शुद्धचेतसाम् । अभ्यायांति श्रियस्तेषां, स्वयमेव स्वयंवराः ॥१॥ જે શુદ્ધ મનવાળા પુરૂષે પરધન ગ્રહણ ન કરવાનો નિયમ લે છે તેઓને લક્ષમી સ્વયંવર થઈને સામી આવી પોતેજ ભેટે છે.” વળી “ભાગ્યવંત પુરૂષે ગમેતે નિયમ તો અવશ્ય લે. કેમકે અ૮૫ નિયમ પણ મોટા લાભનું કારણ થાય છે, એમ મહામુનિ એ કહ્યું છે. પછી શેઠ પિતાની પ્રિયાને કહેવા લાગ્યું કે-હે પ્રિયે ! આ બધું ધર્મનું ફળ સમજવું.” પછી અનુકમે તે ધનથી પાસદત્ત શેઠ મોટો વ્યાપારી થયો. એકદા તેણે ગવાક્ષાદિકથી મનેહર એ ન આવાસ કરાવ્યું અને તેમાં રહીને વિવિધ વ્યાપાર કરતાં પિતાની પ્રિયા સાથે વિવિધ સુખ ભોગવવા લાગ્યું. પ્રિયશ્રી પણ ધર્મ કર્મ કરતી શ્રેણીને અનુપમ સુખનું ભાજન થઈ પડી. કહ્યું છે કે સ્ત્રી પ્રથમ તે ધર્મકાર્યમાં સહાયક થાય છે, કુટુંબ ક્ષીણ થતાં [ હલકી સ્થિતિમાં આવી પડતાં ] ગમે તેમ તેને નીભાવી લે છે, વિશ્વાસમાં ત સખી સમાન થાય છે, હિત કરવામાં ભાગની સમાન બને છે, લજજાના વશથી તે પુત્રવધૂ જેવી થાય છે, વ્યાધિ
SR No.032369
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy