________________
પ્રિયંકરનૃપ ચરિત્ર.
પછી પ્રિયશ્રીને શાંત કરીને શ્રેષ્ઠીએ કહ્યું કે હે પ્રિયે! આ સંબંધમાં તારે લેશ પણ ચિંતા કરવી નહિ, માત્ર સ્વકર્મને વિચાર કરીને પુણ્યનું આચરણ કરવું અને દેવવચન હૃદયમાં ધારી રાખવું. કેમકે –
कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतकर्म शुभाशुभम् ॥ १॥
કરેલ કર્મને ક્ષય કરે વરસે જતાં પણ થતો નથી, પિતે કરેલ શુભાશુભ કર્મ અવશ્ય ભેગવવાં જ પડે છે. ” આ પ્રમાણે પિતાના સ્વામીથી આશ્વાસન પામેલી પ્રિયશ્રી દરાજ નમસ્કારમંત્રનું સ્મરણ, ઉપસર્ગહર સ્તવની ગણના, દેવવંદન, કાયેત્સર્ગ કરણ અને પ્રતિક્રમણાદિ ધર્મકર્મ આચરવા લાગી, અને શેઠ પણ વિશેષ પ્રકારે અષ્ટપ્રકારી પૂજા કરવા લાગ્યા. આ પ્રમાણે ધર્મકાર્ય કરતાં અનુક્રમે તેમને પૂર્વ પુણ્યને ઉદય થયે.
એકદા પ્રિયશ્રી ઘર લીંપવા માટે માટી લેવા નગરની બહાર ગઈ. ત્યાં જોવામાં તે માટી ખોદે છે, તેવામાં તેના પુણ્યને પ્રકાશનારું અને દારિદ્રનો નાશ કરવામાં સમર્થ એવું નિધાન પ્રગટ થયું. કહ્યું છે કે “જે પ્રાણીઓ પૂર્વ ભવમાં પુણ્યરૂપ પ્રબળ દ્રવ્ય ઉપાર્જન કર્યું છે તે પ્રાણુને સર્વ સંપત્તિઓ સત્વર પ્રાપ્ત થાય છે. ” પછી વિસ્મય પામીને તે નિધાન માટીથી આચ્છાદિત કરી નરત ઘેર આવીને તે હકીકત તેણે પિતાના સ્વામીને નિવેદન કરી, એટલે શ્રેષ્ઠીએ પણ ત્યાં આવી અવલોકન કરીને તે વાત રાજાને નિવેદન કરી. પછી રાજાએ તે શેઠની સાથે પોતાના માણસો ત્યાં મોકલ્યા. તેઓએ તે નિધાન લઈને રાજસભામાં આવી રાજાની આગળ મૂક્યું. તે જોઈને રાજાએ તેની વ્યવસ્થા કરવા માટે મંત્રી તથા પુરોહિત વિગેરેને પૂછ્યું, એટલે તેઓએ કહ્યું કે –“હે સ્વા