________________
પ્રિયંકરનુપિ ચરિન્ન.
पुत्रः पशुः पदातिश्च पृथिवी प्रमदापि च ।
શ્રીદિવા પંજ, સુથાચવા ગરિ છે ? .
પુત્ર, પશુ, પદાતિ, પૃથ્વી, અને પ્રમદા–એ પાંચ-કુળના લક્ષમીને વધારનારાં થાય છે તેમજ ક્ષય કરનારાં પણ થાય છે.” માટે હે સ્વામિન! હવે અહીં એક ક્ષણવાર પણ રહેવું ઉચિત નથી. આવા પ્રકારને પિતાની સ્ત્રીને અત્યંત આગ્રહ જાણીને શ્રેષ્ટીએ નગરમાં જવાનું માન્ય રાખ્યું. કહ્યું છે કે રાજાએ, સ્ત્રીઓ, મૂખંજને, બાળકે, અંધજને અને રેગીજનેને કદાગ્રહ બહુ બળવાન હોય છે.” - હવે શ્રેષ્ઠી નગર ભણી જવા માટે જેટલામાં ચાલે છે તેને વામાં તેના પગમાં કાંટે ભાગે. આવા અપશુકન થવાથી ખલના પામીને શેઠ પુનઃ તેજ ગામમાં રહ્યા. કહ્યું છે કે-“છીંક થાય, બાળક વળગી પડે, કયાં કયાં એવા શબ્દોથી લેક પૂછે, કાંટે ભાગે અને બિલાડે તથા સર્પ જોવામાં આવે એવા અવસરે ગમન કરવું શ્રેયસ્કર ન થાય.” હવે તે રાત્રિએ સૂતેલી પ્રિયશ્રીએ “ભૂમિને ખેદતાં નિર્મળ મુક્તાફળ મેળવ્યું? આવા પ્રકારનું સ્વપ્ન જોયું, એટલે તરત નિદ્રાને ત્યાગ કરીને તે સ્વપ્નને વૃત્તાંત તેણે પિતાના સ્વામીને નિવેદન કર્યો. તે સ્વપ્નાનુસાર શ્રેણીએ કહ્યું કે હે પ્રિયે! અહીં રહેતાંજ તને મુક્તાફળ સદસ, નિર્મળ કાંતિયુક્ત અને ગુણગણલંકૃત એવા પુત્રની પ્રાપ્તિ થશે.”
કહ્યું છે કે “જે સ્વપ્નમાં રાજા, હાથી, અશ્વ, સુવર્ણ વૃષભ અને ગાય જુએ તેનું કુટુંબ વૃદ્ધિ પામે છે, વળી જે સ્પપ્નમાં દીપ, અન્ન, ફળ, પધ, કન્યા, છત્ર તથા ધ્વજ મેળવે