________________
(૨૧) તપસ્યા કરી અને જીનેમિનાથ પરમાત્માની પૂજા કરી. એકદા ત્યાં એક મેટે સંઘ યાત્રા કરવા માટે આવ્યો. તે સંઘને અધિપતિ ભીમને નાના ભાઈ જિનવલ્લભ હતો. તે જિનાલયને વિષે યાત્રિક જને અને પ્રધાનની સાથે પ્રભુની આરતી ઉતારતો હતો. તે વખતે ત્યાં રહેલા ભીમસેને પિતાના લઘુબંધને જોયો. આરતીની ક્રિયા સમાપ્ત થયા પછી તેણે પણ ભીમને જોયો અને ઓળખે. તરતજ તેણે મંત્રીઓને કહ્યું કે “ અહીં જુઓ, આ પુરૂષ કોણ છે ?” તેને જોઈ મંત્રીઓ હર્ષથી બોલ્યા કે–“હે રાજન ! જેને માટે તમે આખું જગત શોધાવ્યું તે આ તમારા ભાઈ છે.” પછી સર્વ કે ઉભા હતા તેમની સમક્ષ તે રાજા મનમાં હર્ષ પામી પોતાના જ્યેષ્ઠ બંધુને આલિંગન કરી વારંવાર પ્રણામ કરવા લાગ્યું. ભીમસેન પણ સ્નેહરૂપી લતાને વૃદ્ધિ પમાડવા માટે હર્ષથી વારંવાર તેના મસ્તકપર અશ્રુજળને સિંચતો ચુંબન કરવા લાગ્યું. પછી નાનો ભાઈ ભક્તિથી બોલ્યો કે-“હે ચેઝ બંધુ ! જગતમાં એવું કેઈ પણ સ્થળ નથી કે જ્યાં મેં સેવને મોકલીને તમારી શોધ ન કરાવી હોય. હે ભાઈ! અત્યારસુધી થાપણની જેમ તમારા રાજ્યની મેં રક્ષા કરી છે, માટે હવે કૃપા કરીને શીધ્રપણે તેને સ્વીકાર કરે. હે પ્રિય બંધુ ! દીન એવા મનેલઘુબંધુને તજીને આટલો વખત તમે કયાં રહ્યા? તમે નેહરહિત કેમ થયા?” આ પ્રમાણે તેના વિનયના વચનોવડે ભીમસેન અતિ હર્ષ પામ્ય અને તત્વબુદ્ધિવાળા તેણે મંત્રીઓ સમક્ષ રાજ્યનો સ્વીકાર કર્યો.
ત્યારપછી ભીમસેને શુદ્ધ જળવડે સ્નાન કરી પ્રભુની સ્નાત્ર પૂજા કરી, હર્ષથી આરતી ઉતારી. પછી ત્યાં અષ્ટાહિક ઉત્સવ કવિ હમેશાં નાના ભાઈ સહિત ભીમસેને વિધિપૂર્વક