________________
સંભારણા
આજથી બારેક વર્ષ પર બાપુને પણ સંભળાયો અને તેમણે ઘરવહેવાર ને જાહેર જીવન છોડી, ચિત્રકૂટ જઈ રામાયણ લેકકવિતામાં ઉતારવાનો સંકલ્પ જાહેર કર્યો. બાપુની નાજુક તબિયત સંન્યસ્ત જીવનની હાડમારી વેઠી શકે તેવી ન હતી. અને બાપુ ઘર આંગણે જ રહીને જનસમાજને સેવા આપતા ચાલુ રહે તેવો લોભ પણ ખરો. તેમને ચિત્રકૂટ જતાં રોકવા હું, મારાં પત્ની, પુત્રી, ભાઈ, રામભાઈ વગેરે સાલેલી ગયાં. ગળગળા થઈને અમે તેમને ન જવા વિનવ્યા. આંસુભીની આંખે તેમણે અમારી વિનંતી સ્વીકારી. બાપુ અમારી વચ્ચે તે પછી દસ-બાર વર્ષ રહ્યાને અમને આનંદ હતો. પણ ખબર નથી કે
અમે તેમને અહીં ક્યા તેનાથી જનસમાજનું વધુ હિત થયું, કે ચિત્રકૂટ જવા દઈ કાગ રામાયણ લખવા દીધી હતી તે સમાજનું વધુ શ્રેય થાત ?
૧૯૪૭માં ઝવેરચંદ મેઘાણીનું અવસાન થયું. હું બાપુને મળ્યો. મેઘાણીભાઈના અવસાન અંગે ખેદ વ્યક્ત કર્યો. બાપુએ જવાબ આપ્યો, “મેઘાણી જેવો માનવી બે-ચાર દાયકે તો શું પણ એકાદ સંકે એક પાકે છે.” મેઘાણીભાઈ વિષેનું બાપુનું વિધાન બાપુને પિતાના માટે પણ એટલું જ સાચું છે, કે આવો ભક્ત કવિ એક-બે સૈકે એકાદ જ પાકે.
આવા લોકોત્તર પુરુષને આપણી અંતરની વંદના હો.......
સમયના દાસ
(ગઝલ- ભેરવી) સૂર્યના એ ગુલામોને, સિદ્ધાંતે કઈ ના ખપતા; સમય પામી, વધી, ઘટતા, સમયના દાસ પડછાયાટેક બહુ લાંબા બને તેની, પછી હસ્તિ નથી રહેતી; પ્રભાતે સાદ ના સુણતા, બપોરે પાવમાં પડતા. ૧ મળે જ્યાં છાંયડી કોની, સૂર્યને સંગ ત્યાગે છે; પછી જ્યારે મળે તડકે, હુકમને દાસ લાગે છે. ૨ પડે સાગરતણા જળમાં, પડે જ્વાળાતણ ઘરમાં; સૂર્યના હુકમને ત્યાગે, કૂવામાં ના કદી પડતા. ૩ મળે પટ્ટો અંધારાને, છડી ત્યાં સૂર્યની ત્યાગે; મળે જ્યાં લૂણ પાણીમાં, જો ત્યાં એ તિમિર લાગે. ૪ નહિ સ્થિરતા કદી મનની, ન મમતા “કાગપષકની; સૂર્યને જોઈ આથમતાં, દીપકના દાસ પડછાયા, ૫
-દુલા કાગ
ઈમ કહિશ્રી દુલા કાકા સ્કૃદિા-થ કો.