________________
ખલકને મોટી ખોટ
• શ્રી દોલત ભટ્ટ
કવિકાગને કુદરતની બેવડી કૃપા મળી હતી : એક એની સર્જનશક્તિ જે સરળ હતી, બીજી કૃપા કંઠની હતી જે વડે પિતાની સર્જનશક્તિને મધુરા કંઠમાં ઝબોળીને જનતાના કર્ણ સુધી પહોંચાડી શક્યા. આમ બેવડી કૃપાએ કવિની પ્રતિભાને અવિ.
સ્મરણીય પુષ્ટી આપી. ચારણી સાહિત્યની મર્મવેધક વાત માંડી જાણનાર કાગ પાસે પિતાની મૌલિક અલૌકિક શક્તિ હતી. જે અબોટ હતી. હેજ પણ એમાં અન્યની છાંટને અણસાર સુદ્ધાં જોવા મળતું નહિ. રાણા-કુંવરની વિરહભરી વાત હોય કે સાગર ખેડ ખારવાની વાત હોય, ઘોર ધીંગાણાની વાત કે પછી કોઈ ખાનદાન ખોરડાની વાત હોય. તમામમાં એક પ્રકારની તાજગી તરવરતી હતી. છતાંય મેં તેમને કૃષ્ણશંકર શાસ્ત્રીને કહેતા સાંભળેલા કે “શાસ્ત્રીજી, આ બધી વાતો પુરાણની છે. આપણે કંઈ નવું કહેતાં નથી. માત્ર નવા ઘાટ ઘડવાનું કામ કરી
જાણીએ છીએ. કવિ કાગના કંઠના કામણ પણ વિવિધ પ્રકારનાં હતાં. શૌર્ય કથામાં એને કંઠ બુલંદ બનતે અને એ જ કંઠ કોઈ પ્રેમકથાની માંડણી વખતે વહેતે ત્યારે શીળે બનતે અને એ જ કંઠ લગ્નને માંડવે મહાલતે ત્યારે સરવો બનતે. એ જ કંઠ ભજનમાં આળોટતો ત્યારે ભાંગતી રાતે ગવાતી ભૈરવીની ભભક આપણને જાણવા મળતી અને એ જ કંઠ મરશીયા માંડતા ત્યારે અંતરના સાતેય પડદાને ફાડી નાખી કારુણ્યની પરાકાષ્ટાને આંબી જતે.
આજે આપણી વચ્ચેથી કંઇને કામણગારો કવિ હાથતાળી દઈ હાલી નીકળ્યો છે. લાખેલી વાત માંડતા,
ઉરમા દીઠી નઈ એટ; ખલકમાં મેટી ખેટ,
પૂરી પુરાશે નઈ ભાયાઉતઃ
III
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ ની