________________
સંભારણાં
પ૭
ઉત્તરાવસ્થામાં ભક્તિને રંગ ઉત્તર અવસ્થામાં ભક્તિના રંગે રંગાઈ ગયેલા મેરુભાએ ભારતના મોટા ભાગનાં તીર્થોની યાત્રા કરીને પ્રભુસ્મરણમાં મનને પરેવ્યું. તમામ પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લીધી. ત્યાં તે ધર્મપત્નીને સ્વર્ગવાસ થયો. પત્નીના અવસાનના આઘાતની કળ વળી ન વળી ત્યાં કવિ ‘કાગ’ના નિધનના દુઃખદ સમાચાર સાંભળીને મેરુભા મનથી સાવ ભાંગી પડ્યા. એ પછી તા. ૧-૪-૭૭ના રોજ ફક્ત સવા મહિના પછી જ એમને જીવનદીપ બુઝાઈ ગયે. જીવનની માયા
સંકેલી લઈને તેઓ જાણે કે “ભગત બાપુ’ને મળવા લાંબા ગામતરે ઉપડી ગયા.
વિશ્વની મહાનતમાં લોકકવિતાની કલાના કસબી કવિ ‘કાગ’ અને કંઠ, કહેણીના માલમી એવા લાડીલા લોકગાયક મેરુભા ગઢવીની જીવનજીત વિલીન થઈ ગઈ. તેમણે કરેલી લોકસાહિત્ય, જોકસંસ્કૃતિ અને ચારણી સાહિત્યની સેવાઓને ગુજરાત કદી વીસરી શકશે નહિ. 4 નેંધ : (૧) આ લેખના દુહા કવિશ્રી ત્રાપજકર અને
કવિ શ્રી આપા હમીરના રચેલા છે.
“શબ્દનાં ફૂલડાં”
(રાગ-ઉપરનો). ભાઈ! તારે બહેંકે ફૂલડાનો બાગજી..... બોં કે ફૂલડાંને બાગ એને પાણતી રૂડે રાગ-ભાઈટેક રૂદીઆકેરી વાડીમાં રેયાં, બાવન ફૂલનાં ઝાડજી (૨); જાળવવા ચેતરફ કરજે (૨), વેરાગકેરી વાહભાઈ-૧ રંગે રંગના ફૂલડાં, એમાં રામચરિતને ત્રાગ જી (૨); એનો ગૂંથે હાલો (૨), કોઈ કંઠે ધરે બડભાગ, ભાઈ-૨ તુલસીદાસે ગૂંથીઓ, જે જુગે જૂને ન થાય છે (૨); ભારતને કંઠરોપીઓ ભાઈ (૨),એની કળીએ નો કરમાય ભાઈ-૩ માળીડો એની ફોટું બાંધી, વેચવા આંટા ખાય છે (૨); શારદામાનાં ફૂલડાં ભાઈ (૨), છાબૂમાં કરમાય, ભાઈ-૪ “કાગવાણીની વેલડીયુને લાગે, પ્રભુજળની પ્યાસ જી (૨); ખીલે શબદનાં ફૂલડાં ભાઈ (૨) એમાં કરણીની સુવાસભાઈ-૫
(મજાદર તા. ૧૨-૩-૫૩) – દુલા કાગ
કવિ દુલા કાગા રમૃતિ-in
@