________________
દુલાભાઈનાં કાવ્યોનો અભ્યાસ કરનારા જીવનના આવા સારરૂપ કા સારી રીતે શોધી શકશે : કર્મ કરતાં રહે, કાંકરી, સ્વામી ! ક્યાં શોધણ કરું,’ ‘કાયાને ઘડનારો જાણે ન જાય, કીડીનાં આંતર કેમ ઘડીયાં,’ ‘ગોપીયુને ગમતું નથી રે ગોકુળ'માં વગેરે કાવ્યોમાં જોઈ શકશે. આવાં કાવ્યોમાં તેમની કવિપણાની સિદ્ધિ વર્ણનાત્મક કાવ્ય કરતાં પણ અદકેરી છે.
- તળ ગુજરાતમાં લેકવન વહેલું વીલાતું ગયું, સૌરાષ્ટ્રમાં તે જીવતું રહ્યું અને હજુ પણ જીવે છે, તેવો અનુભવ થઈ શકે. એટલે સૌરાષ્ટ્રમાં જન્મેલા આ કવિએ સોરઠી ભાષામાં કંદ ને લઢણોમાં, સોરઠી ઉપમા ને અલંકારોમાં, અને સરઠી આપસૂઝથી ગાયું તેમાં બિરદાવલિ પણ રચી, તેને ઠપકો પણ આપે. ચારણી પરંપરામાં ઉછરેલા અને કવિતાની ઈમારતથી સંજોગોનાં કારણે દૂર રહેલા અને જેને આપણે શુદ્ધ કવિતા કહીએ છીએ, જેનું મુખ્ય લક્ષણ આકાર અને આંતરિક બંનેની સૌષ્ઠવતા માનવામાં આવી છે, તે આમાં ઝાઝી જોવા નહિ મળે. પણ એક મુખ્ય ગુણ અને તેમાંય શ્રાવ્ય કવિતાને મુખ્ય ગુણ સટતા, દલાભાઈની કવિતામાં ઠેર ઠેર આવી સચોટતા મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ સચોટતાનું મૂળ તેમણે યોજેલા ભાષા પ્રાગે, ઉપમા ને અલંકારો તથા લેકદકિટના દૈવતમાં દેખાશે.
લેકજીવન રહેશે કે નહિ તે કહેવું મુશ્કેલ છે. ઉદ્યોગવાદને જે પ્રવાહ ચાલ્યો છે, ભૌતિક સુખોની જે ઘેલછા આપણી સંસ્કૃતિએ પેદા કરી છે તે વાજબી ભૌતિક સુખોથી સંતુડ અને આંતરિક ચેતનાના અનુભવમાં પુષ્ટ એવી સમતુલિત લેકસૃષ્ટિને કદાચ ન પણ રહેવા દે ! કદાચ ઉદ્યોગવાદ પણ પલટાય અને પ્રકૃતિ, મનુષ્ય અને પરમાત્મા વચ્ચેનું સમતોલન ઊભું કરવા માટે વિજ્ઞાન અને સમાજશાસ્ત્રીઓ આગળ આવે તેવા વખતે આ અનુભવ, કવિસંચિત વાણી, ઉપાસના, મદદગાર થશે અને તે વખતે દુલાભાઈની કેટલીક કૃતિઓ મૂલ્યવાન સંપત્તિ ગણાશે. લોકભારતી સણોસરા ૮-૨-૭૯
ગ્રંથના શુભેચ્છકે શ્રી હરજીવનદાસભાઈ બારદાનવાળા
શ્રી ધીરુભાઈ અંબાણી - શ્રી ઉત્તમચંદભાઈ દડિયા
કામિ દુલા કાગ રકૃતિ-ગુણ
: