________________
સંભારણા
ખુશ થઈ ગયા હતા. આ સ`ગરની પહેલી કડી અહીં રજૂ કરું છું :
ભુજિયા કિલ્લા ભુજ જા, કાછે જા શણગાર, ઉભા એચે આકાશ મૈં, શ્રે જા સરદાર, જોગીડા! તો તે ઉગા, જુગે' જુગે' જા ઝાડ, કચ્છ જો કીરતી થ‘ભ તું, તો તે મિડે સધાર, અય જોધા જુડધાર! અજ ઝાંખા ભાંઈયે કી'ભલા?
ભાવા–એ ભુજના ભુજિયા કિલ્લા ! કચ્છના શણગાર ! શૂરવીરાના સરદાર જેવા તું આકાશમાં ઊભા છે. એ યોગીરાજ ! તારા પર જુગેાનાં ઝાડ ઊગી નીકળ્યાં છે. તું તેા કચ્છના કીતિ સ્તંભ છે. તારા પર જ બધો આધાર છે. એ અજીત યાદ્દા ! આજે તુ ઝાંખા ઝાંખા કેમ ભાસે છે? પછી ભુજિયા જવાબ આપે છે આ સ`ગર તા લાંબી છે. પણ કવિએ તે શાંતિપૂર્વક સાંભળી હતી.
એક વાર કવિ કાગે અમને એક દિલ્લી (હાકા) બતાવી. આ દિલ્લી પર હીરા-માણેક જડેલાં હાય, એવી એ દેખાતી હતી. અદ્ભુત કળા-કસબવાળી
દુલા કાગ-૭
૪૯
આ દિલ્લી જોઈ તે અમે તે! અજબ થઈ ગયા. અમને આશ્ચર્યચકિત થયેલા જોઈને કવિએ ખુલાસા કર્યો કે આ દિલ્લી મેાગલ શહેનશાહની છે. મેાગલ બાદશાહના વંશના એક અમીરે ભેટ આપેલ છે.'
કાગ કવિ આવી અનેરી વસ્તુએના ખૂબ શોખીન હતા. એમની પ્રત્યેક અવનવી વસ્તુ પાછળ નાનામાટા ઇતિહાસ તો હાય જ. એમના મુખે એ ઇતિહાસ સાંભળવા એ પણ એક સદ્ભાગ્ય ગણાય.
આજે કવિ કાગ નથી, એમના દીલા કંઠ નથી, હૈયામાં ઊંડી ઊતરી જાય એવી એમની હલક નથી. જમરાજા એમના સ્થૂળ દેહને લૂંટી ગયા છે પણ એમના સૂક્ષ્મ દેહને કાઈ લૂટી શકે તેમ નથી.
જુગાના જુગ વહી જાય લૂંટાય ના, કવિ! તારી અમેાલી કમાણી,
કવિ કાગની કાવ્ય કળાનેા અને એમના કમનીય કઠના વારસા એમના વારસદાર રામભાઈ કાગમાં ઊતરી આવે એવી આપણે પરમાત્માને પ્રાથના કરીએ.
——
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ