________________
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
www"
છે. અને છોડ્યા પછી એનું સ્વપ્ન પણ ન આવે. ધન્ય છે એનાં માતાપિતાને! ઈશ્વર એને કાયમ બળ આપે. પછી તે આ બધે ઠેકાણે પૂજ્ય આઈ સોનબાઈ મઢડાવાળાં તથા પૂજ્ય રવિશંકર મહારાજે મારી વિનતિથી અકેક ટંક પધારી સૌને આશીર્વાદ આપેલ છે.”
પિતાનાં સર્જન અને પ્રભુનાં ગુણગાન પર પિતાના અંતિમ ગ્રંથ કાગવાણી ભાગ-૭માં લખે છે : - “સત્તર સત્તર મહાપુરાણો લખ્યા પછી પણ વ્યાસજીના મનને શાંતિનો અનુભવ થયો નહિ. દૂધપાકમાં ફરતી કડછી જેમ દૂધપાકને સ્વાદ માણી શકતી નથી, મોઢું ફાડીને પવન ભરખે જેમ પેટ ભરાતું નથી, તેવી તેમના મનની દશા રહી.
સહુ દેવે આવીને વ્યાસજીનાં વખાણ કરે, પણ વ્યાસજીને ક્યાંય ચેન પડે નહિ. એમાં એક દિવસ નારદજી આવ્યા ને વ્યાસજીને પૂછયું, કે આટલી બધી મૂડી છતાં તેનું તેજ તમારા મોં પર કેમ દેખાતું નથી ?' ત્યારે વ્યાસજીએ જવાબ દીધો કે, મેં ઘણું લખ્યું એ વાત ખરી, પણ મેં જે લખ્યું એમાં મારું મન લય પામ્યું નથી.”
સેનાને, ગાળવું હોય તો તેમાં અમુક ક્ષાર નાખવો જોઈએ, ત્રાંબાને ગાળવું હોય તે બીજો ક્ષાર જોઈએ. જે ધાતુને જે ક્ષાર ગાળી શકતા હોય તે ક્ષાર ન નાખીએ તે વીસ કલાક તપાવવા છતાં ધાતુ ગળે નહિ. તેમ વ્યાસજીનું મન જે વસ્તુથી ગળે તેવું હતું. તે તેમણે કર્યું ન હતું.
નારદજીએ કહ્યું કે “તમે ભગવાનના ગુણગાન કરે. આજ સુધી તમે લખ્યું છે તે ઘણું, પણ એ દળેલા લેટની રોટલી બનાવી નથી, લેટ ફાક પેટ નિ ભરાય. મીઠાની પૂતળી બનીને દરિયામાં શું છે તે જાણવા પડો તે આપોઆપ સમુદ્રમય બની જશો.” પછી વ્યાસજીએ ભાગવત લખ્યું. ભગવાનનાં ચરિત્રોનો મહિમા ગાયો. અને તેમનું મન ઈશ્વરમય બની ગયું.
શિકારી કઈ શિકારને નોંધીને ગોળી મારે છે તે ગોળી જે ધારેલા શિકારને વાગે તે શિકારીને હાથ કરતા હોય છે. ગોળી ખાલી ગઈ હોય તે ખભાને ધક્કો લાગે. કાગવાણીના છ ભાગ લખ્યા પછી મનની સ્થિતિ પણ કંઈક અંશે આવી રહી છે.
જે ધરતીએ આપણને ઝીલ્યા, જે ધરતીએ આપણને પિગ્યા. તે ધરતીને યાદ ન કરીએ તે શા કામનું ? પ્રભુ, શક્તિ, મા આદિ જે બધું છે તેનાં ગુણગાન કરવાં. એ જ મુક્તિ છે, એમ હું માનું છું. અને તેથી આ સાતમા ભાગમાં મેં એ જગજનની મહામાયાના ગુણગાન કર્યા છે.”
અભુત કાવ્યશક્તિના સ્વામી છતાં એમનું નિરાભિમાનીપણું તે જુઓ : “નાગર ન હૈ મૈ કાવ્યસાગર ન હોં મેં કાગ'
-હું શહેરમાં રહેવાવાળો ચતુર પુરુષ નથી, હું કાવ્યસાગર પણ નથી. પરંતુ હું તે
“ગૌવન ચરાતો લકટીકે કર ધારિયે” “કાનન ફિર્યો મેં નામકે આરાયે સદા”.
-“ગાયો ચારનાર ચારણ છું. ઉઘાડે પગે અને ઉઘાડે માથે ચારતો એ સેવાનું ફળ મને કાવ્યપ્રસાદીરૂપે મળ્યું જણાય છે.”
૧૯૬૮ પછી એમનું શરીરસ્વાથ્ય કથળ્યું. જે કે એમની માનસિક સ્વસ્થતા તે છેક છેલ્લે સુધી અણીશુદ્ધ ટકી રહેલી. બેઠા હોય તો કોઈને લાગે નહિ કે બાપુ બિમાર હશે. વાત કરે ત્યારે પણ એ જ રણકો.
આ જાજરમાન જીવનને સંવત ૨૦૩૩ના ફાગણ સુદ ૪ તા. ૨૨ ફેબ્રુઆરીના ૧૯૭૭ના રોજ અંત આ એમ તે શી રીતે કહેવાય ? કવિઓ એમનાં કાવ્યો દ્વારા સદાય જીવંત હોય છે. બાપુના કાવ્યનદ એટલે વિશાળ છે કે તેનાં નીર એમ ખૂટવાનાં નથી.
SM કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ સદ )