________________
૩૦
કવિશ્રી દુલા કાગ સ્મૃતિગ્રંથ
તે તેને ગરાસ રાજમાં દાખલ થાય, એવા એક જરી પુરાણા, કોણ જાણે કઈ અડબંગ રીતે થયેલા ધારાનો અમલ સંવત ૧૯૮૪માં એકાએક અમારા ઉપર થયો. એ અન્યાય હતો. એની સામે દાદ મેળવવા અમે પાંચસે ચારણ-સ્ત્રીઓ ને પુરુષો-ભાવનગર પહોંચ્યા. એક દી, બે દી, એમ સત્તાવીશ દિવસ અમે પાંચસો ગરીબએ ખેંચ્યા, પણ પટ્ટણીજીને મેળાપ જ ન થાય ! અમને કયાંય પટ્ટણીજી ગોત્યા ન જડે. પટ્ટણીજીને ઘેર જઈએ તે કહે, “લીલે બંગલે પધાર્યા, ને બંગલે પિગીએ ત્યાં બીજે દરવાજેથી બહાર ચાલ્યા ગયા હોય !
પટ્ટણીજી સાથે પ્રસંગ આખરે એક દી અમે પાંચસો ચારણ-ચારએ લાગ ગાતી રવ. રમાબાની મોટરને રોકી પાડી. મને ઝાંખું ઝાંખું એમ સાંભરે છે કે, બળેવને દી એ મહારાજા સાહેબ (તે દિવસ ૧૫ વર્ષના) ને રાખડી બાંધવા જતાં હતાં. આ ચારણ અરજદારો સાથે ભટકાઈ ન જવાય એ માટે મહારાજા સાહેબને પણ એ બધા દિવસે નીલમ બાગમાં જ વીતાડવા પડેલા. અને ચારણ વરણ કાંઈક અવળા કામો કરી બેસશે, એવા વહેમથી બળેવની સવારી પણ બંધ રહેલી, એમ અમારું માનવું થયેલું. ૨માબા : શું છે તમારે ?
અમે : બીજુ કાંઈ નહિ અમને પટ્ટણી સાહેબને મેળાપ કરાવો.
૨માબા : પટ્ટણી સાહેબ તમને મળતા નથી?
અમે : સત્તાવીશ દીથી આંહી પાંચસો ચારણ પાટકીએ છીએ તેય પટ્ટણી સાહેબ નથી મળ્યા !
રમાબા : તે એ પટ્ટણી સાહેબ જ નહિ ! હું તમને વેણ દઉં તો મને છોડશો ?
લાંબી સમજાવટ પછી હઠીલા ચારણેએ રમાબાને જવા દીધાં. પછી કે જાણે શુંયે થયું કે પટ્ટણીજી
મોટરમાં તત્કાળ આવી પહોંચ્યા. આવીને અમને તે ખૂબ બિવરામણી બતાવી. ડાર દઈને પાછી સડડડ મોટર હંકારી મેલી. તે પછી અમે લાંઘણ આદરી. એક, બે ને ત્રીજી લાંઘણે અમને પટ્ટણી સાહેબની મુલાકાત નીલમ બાગમાં હજૂર બંગલે થઈ પિતે અમને ધમકાવવા માંડ્યા. એમનું છેવટનું વાક્ય આ હતું : “શું તમે ચારણો અહી મોખડાજી ગોહિલનીયે પહેલાં ગરાસ લઈને બેઠા'તા, એમ ?”
વાદવિવાદ મારાથી પછી ન રહેવાયું, હું તે નાની ઉંમરને, પણ હિંમત કરીને આગળ આવ્યો. ત્રણ દીની લાંધણ ખેંચ્યા પછી ખામોશ રાખવાનું ન બની શકયું. મને મારાં બોલેલ વેણ યાદ છે મેં કહ્યું હતું કે : “સાહેબ, તમે મોખડો ગોહિલ, મોખડે ગોહિલ શું કરો છો ? અમારા ઘરમાં તે પેશ્વા, સીદી સરકાર, ખસીયાઓ અને વાળાઓ વગેરેના જૂના લેખ-પરવાના છે. ને ભાવનગર પૂર્વજ મોખડો તે હજી ગઈ કાલે રાણપુરથી ઉતરીને પરંભ આવેલો.
જ્યાં મોખડો ! કયાં અમારાં દરિયાકાંઠાનાં ગામડાં ! શું મોખડાની આણ ત્યાં કંઠાળ ફરતી'તી સાહેબ ?
સાહેબ ! ડાહ્યા તે અમે તમારા કરતાં વધારે છીએ. પણ અમારી પાસે તમારાં ભાગ્ય નથી, ના ! નીકર તમારી એકેએક દલીલને અમે બરાબર ઉત્તર દઈએ પણ ભાગ્ય પટ્ટણીનાં ક્યાં કાઢવાં ?
અને સાહેબ, તમારી કવિતાની લીટીયું મને મોઢે છે કે –
જન મન અંદર પેસી શકીને,
દુઃખમાં ભાગીઓ થાઉં; દુખિયાનાં દુઃખમાં ભાગી થાઉ,
બની શકે તે શાંતિ પમાડુ, (નહિ તો) એને આંસુએ હાઉં,
બતાવો ઉપાય કે એ . બનું દુખે ભાગીઓ જે.”
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથારીયા