________________
અમૃતનો આસ્વાદ
મનુભાઈ પંચોળી ‘દર્શક’
દલાભાઈ સૌરાષ્ટ્રની સંપત્તિ હતા. કવિઓ પોતાના રાષ્ટ્રની રિદ્ધિસિદ્ધિ છે. કારણ કે તેમની વાણી દ્વારા તે દેશનું પ્રગટ-અપ્રગટ, જાગૃત કે સુપ્ત સ્વરૂપ દેશવાસીઓને જાણવા મળે છે. બધા લેકે આ દશ્ય કે અદશ્ય કે જાગૃત સુષુપ્ત શક્તિઓને આપમેળે જાણી જાય તેવું કદી બન્યું નથી અને બનવાનું પણ નથી. વનસ્પતિની આંતરચેતનાને અનુભવ વનસ્પતિશાસ્ત્રીઓ દ્વારા જ જેમ આપણને થાય છે, દરેક માણસ જગદીશચંદ્ર બોઝ થઈ શકતો નથી; તેમ પોતાના દેશવાસીઓના વર્તમાન, ભૂત અને ભવિષ્યના સ્વરૂપની સામાન્ય જનને આપમેળે ખબર પડતી નથી. પણ, જે દેશવાસીઓને આની ખબર ન પડે તેઓ દુભાંગી છે, કારણ કે આવી અનુભૂતિ વિના તેઓ પોતાના સમાજની વિસ્તૃત ચેતનાના ભાગીદાર થઈ શકતા નથી અને આવી ચેતના તે જ અમૃતનો આસ્વાદ છે. ક્ષણભંગુર, સ્વાથી અને સીમીત જીવનમાં રહેલ અસીમ ચિદાનંદને અનુભવ પોતાના દેશવાસીઓને કવિઓ કરાવે છે, એટલે જ ખુદ ભગવાને પિતાની વિભૂતિઓ વર્ણવતાં કવિઓમાં “ઉશના” હું છું એમ કહ્યું છે.
દુલાભાઈ સોરઠી લેકજીવનના કવિ હતા અને તેઓ માત્ર ભૂતકાળના લેકજીવનના ગાનારા ન હતા પણ બદલાતા લેકજીવનના સૂરો તે સાંભળી શકતા અને સંભળાવતા હતા. તેમનાં ભૂદાન ઉપરનાં કાવ્યો તેની સાબિતી છે. જો કે તેમની આ જાગૃતિ એ પહેલાં પણ હતી, જેમણે “કાગવાણી' ભાગ ૧-૨ વાંચ્યા હશે તેને આની ખાતરી થશે. તેમાં એમણે ગાંધીજી વિષે સૂક્ષ્મતાથી કાવ્યારાધન
કNિી દુલા કાગ સૃદિ-1થી