________________
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – પ્ર‘થ
૧૨
કાગ કહે : કોઈની માની ઇજ્જત ન લેવાય, એમ કોઈના દેવસ્થાનને મલાજો આપણાથી ન લૂંટાય.'
કાગ સુરની ૩૬મી પેઢીએ ઝાલા કાગ થયા. ગીરમાં રહે, ઢાર ચારે. દુકાળમાં ઢેર સાફ ! ખાવા ટંકનાં ઠેકાણાં ન મળે. આવા ગરીબ ઝાલા કાગને કોણ દીકરી દે? બત્રીસ-તેત્રીસ વર્ષની ઉંમરે પડ રળે તે પેટ ભરે એ સ્થિતિમાં ઝાલા કાગ મજાદર ગામે આવ્યા.
સાથે ધરવખરીમાં એ ભેંસ તે એક પાડા : એ જ એનાં રાજ તે પાટ ! પાડા પર ધરવખરી, અને ભેંસ પર આજિવિકા !
અહી' ચારણની એક ગીયડ અર શાખનાં ૨૫ ગામ. પણ નિયમ એવા કે એક શાખમાં દીકરી દેવાય નહિ, દીકરી લેવાય નહિ. મજાદરના જહા અરડુ જાણીતા ભડ માણસ. એ ગઢવીની નજરમાં ઝાલેા કાગ વસી ગયા. એણે એને ૪૦ વીધાનુ ખેતર ને દીકરી દીધાં. એના દીકરા ભાયા કાગ– ફુલાભાઈના પિતા,
સૌરાષ્ટ્રના દક્ષિણ સાગરકાંઠે આવેલા પો આલ્બર્ટ વિકટર નજીકના ‘પીપા પાપ ન કીજીએ’ને ઉપદેશ આપનાર પીપા ભગતે સ્થાપેલ પીપાવાવના પ્રસિદ્ધ મંદિરથી દોઢેક માઈલના અંતરે આવેલુ સત્તર ખારડાની વસતીવાળું ‘મજાદર' એ એમનુ
વતન.
ફુલાભાઈનુ ઘડતર
વ્યક્તિના ધડતર અને ચણતરમાં માતા-પિતાના સંસ્કારા, બાળપણના ભેરુબા, આસપાસનું વાતાવરણ, એમાંની નદી, ડુંગરા, મદિરા આ બધાંનો ફાળા હાય છે.
બાળપણની એમની તીવ્ર જિજ્ઞાસાવૃત્તિને પોષણ મળેલુ વાર્તાઓમાંથી. ભાયા કાગ પણ વાર્તા સારી
માંડી જાણતા. અવારનવાર આવતા મહેમાન ચારણા, બારોટોની વાર્તાઓ પણ કિશાર દુલાભાઈ રસથી સાંભળતા.
વિકટરની નિશાળ એ એમની નજીકની શાળા. તેમણે લખ્યુ છે :
“હું ગુજરાતી પાંચ ચેાપડી વિકટરની નિશાળે ભણેલા.’’
સંભવ છે કે એ વખતે નિશાળમાં એથી વધુ ભણવાની સગવડ નહિ હાય !
“તેર વરસની ઉંમરે હું ગાયા ચારતા હતા. મારા પિતાશ્રીને ત્યાં સાઠેક ગાયા હતી, ભેંસા પણ ત્રીશેક હતી. મને નાનપણથી જ ગાયે ચારવાના શાખ લાગેલા. પગમાં જોડા વિના અને માથે પાઘડી વિના હું ગાયો ચારતા. મજાદરમાં ચરાણુની તાણ જેથી પીપાવાવ, ઝોલાપર એ ગામાની સીમમાં પણ ગાયો ચરવા જતી. આખા દિવસ મારે વગડામાં જ વસવાનું હતું.
રામાયણનું પુસ્તક સાથે લઈ જતા અને આખા દિવસ વાંચતા. રામાયણ મને તેા હાડોહાડ પહોંચી ગયેલ છે. નાની ઉમર એટલે ગાયા પછવાડે ચાલી ચાલીને પગ થાકી જાય. પાણી પણ કૂવામાંથી સીંચીને જ પાવું પડે. જો કે મારા પિતાએ ગાય ચારવાની ફરજ મને પાડેલ નહિ, એ તેા મારો જ શોખ હતા.’
પરંતુ દુલાભાઈની ગોસેવા અને રામયણનુ' આ અનુશીલન એમના પિતાને રુચિકર નહાતાં.
“મારા પિતાશ્રી તે। એ વાતથી નારાજ હતા. કારણ કે ઘરને વહીવટ ઘણા મોટા હતા. પાંચ સાંતી અમારે ઘેર ચાલતાં. નાનાં-મોટાં ઘેાડાં, ભેસા, ગાયા, ઊંટ, બકરાં, બળદ થઈને સવા સે જેટલાં માલઢાર હતાં. વહેવાર પણ ખૂબ વધારેલા. આસપાસમાં સબંધ પણ ઘણા. મહેમાને પણ
કવિ દુલા કાગ સ્મૃતિ-થ