________________
૨૦૬
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ
માડી ! તારી કેટલા જનમની કમાણી રે ? —નંદરાણી ! તારાં આંગણાં રે જી...જી; મુરારિ કહે છે મુખથી માજી,
તારે હુકમે ભણે છે હા...જી, હા જી; બાપુ બધાના તારા મેટા
માતાજી ? તારાં માગણાં રે જી...માડી. ! ટેક ઊભેલી અજાણી નારી, લખમી લેાભાણી; (૨)
એને પ્રીતેથી ભરવાં છે તારા પાણી...રે માતાજી. ૧ કરમાં લઈ કુલડી તે ઊભી ઇંદ્રાણી; (૨)
ભીખ છાશુની માગ છે બ્રહ્માણી...રે. માતાજી. ૨ જેના માહ બધનમાં, દુનિયા વીંટાણી; (૨)
એની દેયુ. તારી રડીએ બંધાણી...રે. માતાજી. ૩ બેઠી જુગ જુગ, માડી ! ચોપડા તું બાંધી; (૨)
(આજ) તારી બધી પતી ગઈ ઉધરાણી...રે. માતાજી. ૪ ‘કાગ' તારા ફળિયામાં, રમે અળવાણા; (૨)
તારે પગથિયે સરજ્યા નઈ. હું એક પાણા..રે. માતાજી. ૫
દાઢીઆળા આવા
ભગવાન શંકર શ્રીકૃષ્ણના દર્શન માટે ગોકુળ આવ્યા. નબાવાને આંગણે માટી ધૂણી ધખાવી, ત્રિશુળ ખાડીને બેઠા. સાથે દશ બાર ભૈરવાની ટોળી. વિચિત્ર વેષ, મોટી મેાટી જટા, ગળામાં સાપ, હાથમાં ડમરુ, સિંહના ચામડાં પહેરેલાં, શંખ તૂ અને શીંગડાના અવાજ. આવે। આ બાવાજીના વેષ જોઈને માતા યશાદા ધ્રૂજવા લાગ્યાં. બધી બાઈ એને ખેાલાવી કરગરીને કહેવા લાગ્યાં કે ‘હે બહેન ! આ ખાવાનુ ડમરું સાંભળું છું, ત્યાં મારું કાળજું કંપી ઊઠે છે, મને એનાં દર્શીનના એટલા અણગમા આવે છે કે વાત નહિ. એની લાલચોળ આંખા, રાખનું મન, ગળામાં મેાટા મેાટા કાળા નાગ; આવા ઘેર વેષવાળા આ આવાને બીજે કાંય મેાકલી આપે. એની ધૂણી મારે આંગણેથી ઉપડાવા. એ જે માગે તે એને તુરત આપીને પણ અહીંથી દૂર કરો.'
દોડો દોડો, બધી બહેને આવા, ચાર ચોકની ધૂળ લાવી કૃષ્ણ ઉપરથી ઉતારી ધૂળમૂઠડી કરા, અને નજર ન લાગે એવા દોરા મ`ત્રાવીને જલદી લાવો. આ બાળક બહુ જ બીએ છે. ગમે તે ઉપાયે આ સાધુડાને કચાંક લઈ જાઓ.' બધા પ્રયત્ન કર્યાં પછી એક બહેન આવીને કહેવા લાગી કે, હું યોાદાજી ! બાવે! કાઈ
કડિો દુલા કાગ સ્મૃત્તિ ઊંઘ