________________
કાગવાણી
૧૯૯
આધુનિક જમાનાનું સાધન મેટર છે. તેને કેમ હાંકવી એ બરાબર જાણી લીધું હોય પણ મેટર ચલાવતી વખતે એ જ્ઞાનની સાથે જો ધ્યાન નહિ હોય, તે। એ જ્ઞાન કાળને તરશે. કોઈ પણ જીવન અને જગતના જ્ઞાન સાથે ધ્યાન ન હોય તે! એ જ્ઞાન ફક્ત નાશને તેાતરવાનું જ સાધન બનશે. માનવીએ સદા સાવચેત રહી કોઈ વિચાર પ્રથમ કરવા જેવા અને પળે પળે સંભારવા જેવા હોય તે તે, થયેલા જ્ઞાનનું ધ્યાન રાખવુ, તે છે.
કોઈ કહે કે મા કથાં ખાવા આપે છે? એ તે અમે ઉત્પન્ન કરીએ છીએ. રાંધીએ છીએ અને ખાઈએ છીએ. ના, એમ નથી. કોઈ પણ માનવીની શક્તિ ઉત્પાદક શક્તિના સીમાડા સુધી પહોંચી નથી. માનવી જે અન્ન, ફળ વગેરે ખાઈ ને તૃપ્ત બને છે એનાં બીજક એણે બનાવ્યાં નથી અને બનાવી પણ શકતા નથી. તેમ શરીરમાં જે અનંત શક્તિ રહેલી છે તેને પોતે લાવી શકતા નથી; એ શક્તિ એને મહાશક્તિમાંથી મળ્યા કરે છે. એટલે હે મા! તું શાંતિની માતા છે તથા પ્રાણી માત્રનું આ રીતે પાષણુ કરવાવાળી છે.
વળી, હે મા! અનંત બ્રહ્માંડોના અનંત ઘાટ પણ તેં જ ઘડવા છે. કેટલાં બ્રહ્માંડો છે? કેવી રીતે એ ગેાઠવાયાં છે? કયારે ઉત્પન્ન થયાં છે ? કેવી રીતે અને કયાં સુધી એ રહેવાનાં છે? એનેા પાર માનવી પામી શકયો નથી. ધરતી અને ગ્રહો વગેરે બ્રહ્માંડો તો ઠીક પણ નજરથી ન દેખાય એવા કીટનાં બ્રહ્માંડોથી માંી પશુ-પંખી- માનવી સુધીનાં જુદાં જુદાં બ્રહ્માંડોની તે અદ્ભુત ગોઠવણી કરી છે–ધડણ ઘણા ભત્ર ધાટ
હે મા! તને નમસ્કાર શા માટે કરું હ્યું? ઉપર કહેલાં કારણેા માટે. હે નારાયણની મહાશક્તિ ! નજરથી દેખાતા અને મનથી કલ્પના થતા તારી શક્તિનેા ભાગ બાદ કરીએ તે પાછળ શું રહેતુ હશે? એની કલ્પના કરવાની બુદ્ધિ અને શબ્દો માનવયત્રને મળ્યા નથી. પંચભૂત તારાં છે, શરીરા તારાં છે, એમાં ચેતનશક્તિ તારી છે, એને દૂર કરીએ તો પાછળ શું રહેતુ હશે? તું કે ભગવાન ! એનું વર્ણન, એની ભક્તિ, એની લીલા શરીર અને શરીરમાં રહેલી શક્તિ વિના કેમ થશે !
મીઠા વિનાનું અન્ન લૂખુ` કે, જાગતી જોગમાયા; ખાટુ ખાખુ’, જોરાળી જોગમાયા.
એમ શક્તિ વિનાનું
આટલા અર્થ પ્રથમ દોહાના થયા.
હૈ આદિ બ્રહ્મશક્તિ ! હું આ વિશ્વની અપાર માયારૂપ ! તને હું નમસ્કાર કરુ છું. હું મા ! તું માતામાં હેતરૂપે છે, બહેનમાં કરુણારૂપે છે, પત્નીમાં પ્રેમરૂપે છે, અને બીજમાં સુષુપ્તરૂપે સૂતી છે. જગતની એક એક ક્રિયામાં તારી સ` સત્તા વિલસી રહી છે. વિષ્ણુ અને દેવતાઓને સગુણ બનવું હાય ત્યારે તારો આશ્રય લેવા પડે છે; પંચીકૃતભૂતની તારી પાચે યાચના કરે છે.
ઈશ્વરના અનેક અવતારેા થયા, તેમાંના ભગવાન શ્રીકૃષ્ણે ચાખે ચોખે કહ્યું છે કે હું મારી માયાનેા આશ્રય કરી અવતાર ધારણ કરુ છું. હું મા ! તું કેટલી મહાન છે! ! કે, તારે અવતાર લેવા હાય ત્યારે કાઇ દેવાતે આશ્રય લેવા પડતા નથી.
કવિ”
દુલા કાા સ્મૃત્તિ-ાંથ