________________
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ
દોહા શક્તિરી શક્તિ ગતિ, કવિ મતિ કથી ન જાય; પદરજ મેં મતિ પાથરી, તદપિ કહાં બણાય..૧ બે હજાર દશ સંવત્સર, વિમળ માસ વૈશાખ; અક્ષય ત્રીજ મઢડે અયા, ચારણ લાખમલાખ...૨ કચ્છ, પારકર, માળવા, વાગડ, ઘર વઢીયાર; મારવાડ, મેવાડ લગ, લાગી લાર કતાર...૩ સેરઠ ઘર નીમાડ લે, ગઢ પાવો ગુજરાત; ટિડ દળાં સમ આવગી, સઘળી ચારણ જાત...૪ જે હમીર ઘર હત ના, સેનલો અવતાર તે દરિયે ચારણ તણા, બૂડત બેડા બાર...૫ પત ચારણ પંચાળીરા, જુગ જુદંતા ચીર કૃષન રૂ૫ લજા રખણ, સોનલ જાઈ હમીર...૬ ઉગ્રસેન ચારણ સકળ, કંસ કળી બળવીર; ગોકુળ મઢડા ગામમેં, સોનલ જાઈ હમીર...૭ ઝાડ કાપડી પિલીઆ, નવઘણ દળ નવ લાખ; એ જ વરૂડી અવતરી, સેનલ પૂરી સાખ..૮
છંદ સારસી
નવ લાખ પિષણ અકળ નર હી, એ જ સોનલ અવતરી,
મા એ જ સેનલ અવતરી. અંધકારની ફોજુ હટી, ભેંકાર રજની ભાગતી, પિફાટ હામા સધૂ પ્રગટી, જ્યોત ઝગમગ જાગતી; ત્રણ તિમિર એટણ સૂર સમવડ, કિરણ ઘટઘટ પરવરી,
નવ લાખ.
૧
જે દિને મઢડે માંડે મેળો, નાત સઘળી નોતરી પિછવા લાખાય લાર પંગત, હસત વદને હૃકળી; તે વખત વાધી માતા મંડ આભ લેતી આવરી..
નવ લાખ.
છે
કf1શ્રી દુલા કાસા ઋt-આવી જ