________________
લેખો
૧૭૭
પરક નવીન સભાનતા તેને રચનારીતિના અવનવા પ્રયોગો કરવા પ્રેરે છે. એમાં ભાષાવિષયક નવીન તત્વજ્ઞાનની સભાનતા પણ તેના અભિગમને વળાંક અપે છે. પોતાના સર્વથા વૈયક્તિક અને વિરલ સંવેદનને વ્યક્ત કરવા વ્યવહારમાં રૂઢ બની ગયેલી ભાષાને તે dislocate કરી દેવા ચાહે છે. એ રીતે સર્જકના સંવિતને ઉઘાડ અને ભાષાનું નવવિધાન એ એક જ ચૈતસિક ઘટના બની રહે છે. અદ્યતન સાહિત્યની ચેતના જ આ રીતે અવનવા આકાર રચવા ગતિશીલ બને છે. લેકસિદ્ધ વૃત્તાંતના યથાતથ વર્ણનમાં કશો રસ રહ્યો નથી. પરિચિત લાગતી વાસ્તવિકતાનાં સ્તરોને જુદા જુદા કોણથી ભેદીને અ-પૂર્વ રૂપે પામવામાં તેને કૃતાર્થતા જણાય છે. એટલે કથામૂલક સાહિત્યમાં હવે રચનારીતિનું અનન્ય મહત્ત્વ થવા પામ્યું છેરચનારીતિના વિનિયોગથી સર્જક રૂઢ સામગ્રીનું નવું મૂલ્ય શી રીતે સિદ્ધ કરે છે તે પણ હવે પાયાને પ્રશ્ન બન્યો છે.
“અભિજાત સાહિત્યની આ કેન્દ્રીય પ્રવૃત્તિ લેકસાહિત્યથી સામી દિશાની છે એ તે સ્પષ્ટ છે. અને એ બે પરંપરાઓ વચ્ચે આ પૂર્વે કયારેય જોવા નહોતે મળે તેવો અવકાશ ઊભે થયેલ દેખાય છે. એ માટે ઝડપથી બદલાઈ રહેલા માનવસંગો કારણભૂત છે એ પણ સમજાય એવું છે. આપણે આપણા પ્રજાજીવનને સંદર્ભ લઈ એ તે, આ સદીમાં વિશેષ કરીને સ્વાતંત્તર ગાળામાં, આપણા લોકજીવનની ગતિવિધિ બદલાઈ રહી છે. ઔદ્યોગીકરણ, શહેરીકરણ, ટેકનોલેજી, અતિવિશાળ પાયા પર માલનું ઉત્પાદન, હેરફેરી અને વહેંચણી, ઉચ્ચ શિક્ષણના પ્રસાર, વર્તમાનપત્રો અને અન્ય સમૂહ માધ્યમને વિશાળ વિસ્તાર અને રાજકીય પ્રવૃત્તિઓને છેક નીચલા થરના લેકો સુધીને પ્રભાવઆ બધાં પરિબળેએ આપણા પ્રજાજીવનમાં મોટી
ઉથલપાથલે આણી દીધી છે. વ્યવસાય અને વેપારધંધા અંગે વસતીનું સ્થળાંતર પણ વધતું રહ્યું છે. લોકજીવનના જૂના આચારવિચાર, જૂના ખ્યાલ અને જૂના કર્મકાંડો છે કે સાવ નષ્ટ થઈ ગયાં નથી પણ મૂળમાંથી તે હચમચી ઊઠયાં દેખાય છે. વ્યક્તિ અને લેકમંડળ જે સંઘેમિ (communion of emotions)થી ગાઢ રીતે જોડાયું હતું, તેના નાજુક તંતુઓ હવે તૂટતા દેખાય છે. શિક્ષિત વર્ગમાં નવી અસ્મિતા જાગી પડી છે. નવા યુગની આ આકાંક્ષાએ, સંશો અને સંઘર્ષો તેમનામાં જામી પડયાં છે. આધુનિક માનવપરિસ્થિતિમાં રહેલી વિષમતા અને વિસંગતિઓને તેને સાક્ષાત્કાર થવા લાગે છે. તળપદા લેકજીવનની મુગ્ધતા (innocence) વિચ્છિન્ન થઈ રહી છે. જો કે નવા યુગનાં સાધનો અને નવી પરિસ્થિતિ વિશે ડાં ગીત કથાનકે વગેરે રચાય છે એ ખરું, પણ ખરી ચેતના જેમાં કોળી ઊઠે એવું પેલું વાતાવરણ લુપ્ત થઈ રહ્યું છે. આજના સંજોગોમાં નવા સાહિત્યની રચના માટે એને પ્રેરક અને પોષક “સામગ્રી’ રહી નથી. આજે “અભિજાત' સાહિત્યમાં માનવીની ઉત્કટ આત્મસભાનતાનું જે રીતે નિરુપણ થવા માંડયું છે તે સૂચક છે. અસ્તિત્વની વિષમતા સામે નિશ્ચંત બની જતા માનવીની પ્રતિમા આજના નવલિકાનવલકથાના સાહિત્યમાં કેન્દ્રસ્થાને જોવા મળે છે.
નવલિકા આદિ કથાપ્રકારને ઉદભવવિકાસ મૂળથી જ “આધુનિક સમાજના નિર્માણ સાથે સંકળાયેલા છે. લોકસાહિત્યની કથાઓ કરતાં પ્રજન અને આયોજનની બાબતમાં એ મૂળભૂત ભેદ દાખવે છે. નવલિકાના તેમ નવલથાના વિશ્વમાં સમકાલીન સમાજજીવનના સંદર્ભે જરૂર પ્રવેશે છે. પણ લેકસાહિત્યના સંદર્ભે કરતાં એનું સ્વરૂપ અને સત્ય નિરાળું હોય છે. “આધુનિક' કથાવિશ્વમાં પણ
હકક કરી દુલા કામ મૃ[િi-a
દવા *11-૨ .કે