________________
ભગત બાપુ
શ્રી હરિસિંહજી અ. ગાહિલ
રાજકોટમાં રાષ્ટ્રીય શાળામાં હિન્દી
સાહિત્યના કવિવર દિનકરજીની હાજરીમાં તે દિવસે ભગતબાપુએ ગાયું તે માત્ર સ્વરચીત એક જ ગીત વાદળી.” પરંતુ તેની પૂર્વભૂમિકાએ જ પાણા મે કલાક લીધા. મંત્રમુગ્ધ એવી માનવમેદનીએ ત્યારે તેમના કંઠમાં ઘુઘવતા સાગરના ગંભીર નાદ સાંભળ્યા, આષાઢીલા મેરલાના વિયેાગી ગહેકાટ સૂણ્યે, વિત્તે ગણ નારીના ઊર્મી ભાવના રચાતા ચિત્રના દર્શનને અનુભવ કર્યાં.
ઝાંખા ઝાંખા પણુ સ્મરણપટમાં ચીતરાયેલ એ દિનકરજીના શબ્દોના ભાવ હતો. ‘માત્ર ગુજરાત જેવા નાનકડા પ્રદેશ અને પ્રાદેશિક ભાષાના એ લોકકવિ માટે ‘મહાકવિ' શબ્દ નાનકડો પડે છે. તેમની એળખાણ કે સરખામણી તો થઈ શકે શેલી વ ઝવ, બાણ કે ભવભૂતિ સાથે !
હીરાને તેા ઝવેરી જ પારખી શકે એ ઉક્તિ ઉપરથી સમજી શકાશે કે પદ્મશ્રી ભક્તકવિ દુલાભાઈ કાગ એ કઈ કોટીના કવિમાનવી હતા ?
સને ૧૯૪૭ની સાલ. વરસા બાદ ગુલામીની જ જીરામાંથી મુક્ત થયેલ ભારત. દિલ્હીના મંત્રાલયમાં તે દિવસ ભારતભરમાંથી રાજપુરુષો, દેશભક્તો અને અનેક માનવીનેા મેળે ભરાયેલ હતા. ભગતજી પણ તે દિવસે દિલ્હીમાં. તે દિવસે એ મહાન મંત્રા લયમાં આ છેડેથી પેલા છેડા સુધી નાના અને મેટા એવા સૌના મોઢેથી ખેલાતા - એક જ સાંભળ્યેો: લીંબડીવાળા કાકા ફતેહસિંહજી આવ્યા છે.” ભય, કુતુદ્દલ, મૂંઝવણ અને સ ંદિગ્ધતા કોંગ્રેસના
શબ્દ
દુલા કાગ−૧૫
મોટા મોટા મહારથીઓના મુખ ઉપર છવાયેલ જોતાં કિવ મરક મરક મલકી રહ્યા હતા. હસતા હતા.
કાઈ નજીકના સ્નેહીએ સહજ ભાવે પૂછી નાંખ્યું : “ભગતજી ! કેમ મેાઢા પર મલકાટ છે? એ મલકાટની એથે કાંઈ કહેવાના મનોભાવ ભાસે છે ?’’
ખરી વાત” ટૂંકો જ જવાબ.
સમજાવીને કહો તો ખરા જેથી સમજણ તેા પડે.’’
“મલકાટ છે. આ જ ભારતના મોટામાં મોટા માનવીનુ નામ સૌના મુખેથી સાંભળું છું. શુ એ માનવી સાવજ કે દીપડા છે? કોઈ દસ માથાને માનવી છે? એ માનવી અહીં શું કોઈ મોટુ લાવલશ્કર લઇ આવેલ છે ? સૌને ફફડાટ શું છે ? તેને આ મલકાટ છે.''
પ્રશ્ન પૂછનાર જવાબમાં રહેલ ગાંભીય` તે ટકારને પારખી ગયા. એવું હતું એ સરસ્વતીના મહાન પુત્રનું વાણીચાતુર્યાં.
નવરાત્રીના નવે દિવસ લીબડીના કાકાસાહેબ ફતેહસિંહજીના બગલે ભગતજીની વાણી સાંભળવાના તે એ અનેરા લ્હાવા હતા.
ચારણને ખાળીએ જન્મ. સંપૂર્ણ રાષ્ટ્રભક્તિ અને પ્રભુભક્તિમાં રંગાયેલા એ ભક્તકવિના દિલમાં, હૃદયના ઊંડા ઊંડાણમાં પડેલ ક્ષતિઓ પ્રત્યેની મમતાનાં દર્શન તે તેમની દુ:ખભરી છતાં એ ક્ષતિએને ચાબખા ફટકારતી તેમ જ ખમીરની ખેવના અને રાંકપણાની નારાજગી દર્શાવતી વ્યથા તે તેમના
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ