________________
સંભારણાં
ચારણી સાહિત્ય ઉપર એમને અદ્ભુત ભાવ હતા. એક દિવસ સવારના તેની વાડીએ નહાવા-ધાવા ગયા, ત્યારે મને કહ્યું કે આજે એક મેાટા માણસ મહેમાન થવાના છે. તમને હું ખેલાવીશ. સવારનો ૧૧-૦૦ વાગે શાંતિભાઈ એ એક માણસને મારે ત્યાં ખેલાવવા માકલ્યા. હું જ્યાં વાડીના ડેલામાં ગયા, ત્યાં સામે એક ઊંટ દેખાયા અને એસરીમાં નજર કરી તે। શ્રી મેઘાણીભાઈ અને કવિ કાગ બેઠા હતા. તેમની સાથે દેગવડાના દરબાર કેશુભાઈ ખસીયા પણ આવેલા હતા. મેધાણીભાઈએ કેાટડા અને યાળ ગામના દરિયાકાંઠાના દૃશ્યના ફોટા લેવા જવાની વાત કરી, અને જમ્યા પછી સાંજના જવાનું નક્કી કર્યું... આ દરમ્યાન મેઘાણીભાઇ એ અવનવી કેટલીએ સુંદર વાતો કરી. ત્યારે સ્વ. ભગતબાપુએ કહ્યું કે, “સમાજ બદલવા હોય તેા પહેલાં આ ભારતરાનાં મન બદલે તે સમાજ અદ્લારો.” પછી જમવા બેઠા. એટલે મેધાણીભાઈ એ ઇરાદાપૂર્વક તેમની થાળીમાંથી થોડાં ખમણ-ઢોકળાં મારી થાળીમાં નાખ્યાં. હુ` સ્તબધ થઈ ગયા. મને
દુલા કાગ–૧૨
૮૯
કહે કે કેમ ભાઈ શુ વિચારો છે ? મેં કીધું હું બ્રાહ્મણ ક્રુ અને તમે વાણિયા છે. ત્યારે તેમણે કહ્યું કે છૂતાછૂતના અને આભડછેટના વહેમ કાઢી નાખેા તે તમે સાચું શિક્ષણ આપી શકશેા. નવા યુગનાં મડાણ શરૂ થઈ ગયાં છે. અને મારી આ વાત યાદ રાખજો કે, “એક દિવસ તમને હરિજન પીરસતા હશે અને તમે જમતા હશે. તમારા મનમાં કોઈ વહેમ નહિ હાય. આભડછેટને અળગી કરવાની અને સ્વચ્છતા, સુઘડતાને અપનાવવાની વાત લક્ષમાં રાખો.' સ્વ. મેધાણીભાઈની આ વાત મને એક નવી અજબ પ્રેરણા આપી ગઈ. હું તેની સાથે સંમત થયા.
પછી કાગ બાપુએ કહ્યું કે, મેઘાણીભાઈ, તમે કિકંમતી પુસ્તકા લખા છે। પણ તે વાંચનાર કેટલા ? અને સમજનાર કેટલા ? એટલા માટે હું કહું છું કે ભારત ગામડાને દેશ છે અને ગામડે ગામડે નિશાળે છે. એટલે તમે વખત મળે ત્યારે નિશાળેામાં જાવ અને માસ્તરાને મળેા. તેના મારફત લોકઘડતરનુ કામ સફળ થશે.
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ