________________
લોકો જ હોવાના!
આ સાદી વાત સમજવા છતાં નહીં સમજનારા ઢોંગી જનો, પછી કહે છે કે, બધાં તોફાનો ધર્મ જ કરાવે છે ! કેવી બેવકૂફી ! કેવી વિડંબના!
આપણને ગૌરવ છે કે આપણા જૈન ધર્મે ક્યારેય આવું કાંઈ જ કર્યું નથી, થવા દીધું નથી. “આગળ આગમો હશે, પાછળ આગ : કાં આગમને માનો, કાં આગમાં બળી મરો - આવો અનર્થ જૈન ધર્મે કદી આચર્યો નથી, કે એવું આચરણ કરવાની એનામાં કોઈ ખ્વાઈશ-ગુંજાઈશ નથી. આ કેટલું બધું મીઠું - શાતાદાયક છે! મિત્રો ! સાચો ધર્મ સાચા હીરા જેવો છે. તે બધાંને ન મળે, બહુ થોડાંકને જ સાંપડે. એ થોડાંકમાં આપણો નંબર છે, એ જેવું તેવું સૌભાગ્ય નથી જ. આપણા માટે આજે બે જ ધર્મ મુખ્ય છેઃ
૧. અહિંસા : ન હિંસા, ન ધૃણા, ન હૈષ, ન ઝનૂન. ૨. શિવમસ્તુ સર્વજગતઃ - સૌનું સદા શુભ હો!
(વૈશાખ-૨૦૧૮)