________________
“નેમિ નેમ-સમ્રા, જડ્યો ન દુજો માનવી, જનની જણે હજાર, પણ એકે એવો નહીં.”
(મોહનલાલ સિહોરી) જય હો જય ગુરુનેમિસૂરીશ્વર... શાસનસમ્રાટ. વીસમી સદીના પ્રભાવક જૈનાચાર્ય. અજોડ ચારિત્ર, અજોડ બ્રહ્મચર્ય, અજોડ શાસનનિષ્ઠાના સ્વામી.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેચન્દ્રાચાર્યનો સમય “હમયુગ' ગણાયો; જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિદાદાનો શાસનકાળ “હીરયુગ' તરીકે ગણાયો; તે રીતે શાસનસમ્રાટ'નો સત્તાકાળ પણ “નેમિયુગ” તરીકે ઓળખાયો.
શાસનસમ્રાટશ્રીનાં દર્શન કરીએ, ત્યારે હેમાચાર્ય અને હીરવિજયસૂરિ જેવા મહાન પૂર્વાચાર્યોની ઝાંખી થતી. એમ થાય કે વીસમી સદીની આ વિભૂતિ આટલી બધી પ્રભાવક અને પવિત્ર છે, તો બારમી અને સોળમી સદીમાં થઈ ગયેલા એ મહાન ગુરુભગવંતો કેવા અદ્ભુત હશે?
યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ કહેલું : “અમારી વચ્ચે કોઈ વાતે વિચારભેદ હોઈ શકે; પરંતુ મારે કહેવું જોઈએ કે આપણા સમયના શાસનના પ્રખર યુગપુરુષ તો નેમિસૂરીશ્વરજી મહારાજ જ છે.”
તો શ્રાવકસંઘના અગ્રણી શેઠ શ્રીકસ્તૂરભાઈ લાલભાઈએ આ મહાપુરુષને અંજલિ અર્પતા લખ્યું કે “આજથી (ઈ. ૧૯૭૨) ૬૦-૬૫ વર્ષ પહેલાં તેમણે તેમનાં જ્ઞાન-અભ્યાસ અને ચારિત્ર્યથી જે પ્રતિભા ઊભી કરી હતી, તે પ્રતિભા આજ સુધી બીજા કોઈ આચાર્ય મહારાજ ઊભી કરી શક્યા નથી.”
આ મહાન આચાર્ય ભગવંતનું નામ તો “વિજયનેમિસૂરિ મહારાજ' હતું. પરંતુ તેઓ “શાસનસમ્રાટ' નામ વડે જ જગવિખ્યાત બન્યા છે. લોકહૃદયમાંથી ઊગેલું આ ઉપનામ, આ મહાપુરુષના શાસનસમર્પિત જીવન તથા શાસનની સેવાનાં તેમનાં અસાધારણ કાર્યો જોતાં, અત્યંત સમુચિત અને લાયકને લાયક માન' જેવું અનુભવાય છે. છે. આપણે એમના ભવ્ય જીવનનું આછેરું વિહંગાવલોકન કરીએ
શાસન સમ્રાટ