________________
બધાનો સરળ અને શ્રેષ્ઠ ઉકેલ એક જ છે-ક્ષમાપના. આપણે ભૂલ કરી હોય તોય અને ન કરી હોય તોય, અન્યની સાચા હૃદયથી ક્ષમા માંગવી, એમાં આપણા ધર્મશાસનની તથા પર્યુષણાપર્વની યથાર્થ આરાધના છે, એ નિઃસંદેહ વાત છે. સામી વ્યક્તિ ક્ષમા માગે કે ન માગે, માફ કરે યા ના કરે, આપણે મન-પ્રાણથી ક્ષમા માગીને દોષમુક્તા તથા બોજમુક્ત થઈ જઈએ તો આપણે આરાધક બની રહીશું, એ મુદ્દો ભૂલવાનો નથી.
ક્ષમાપના માટે આપણે ત્યાં એક અજોડ શબ્દ છે : મિચ્છા મિ દુક્કડમ્. દુનિયાની કોઈપણ ભાષા કે ધર્મ પાસે આવો શબ્દપ્રયોગ તો નથી જ, પરંતુ આવી વિભાવના (સમજ) પણ નથી. મિચ્છામિદુક્કડમુમાં ત્રણ વાનાં છે.
૧. મેં ભૂલ કરી છે તેનો એકરાર, ૨. ભૂલનો પશ્ચાત્તાપ ૩. એવી ભૂલ ફરીથી નહિ કરું તેવો નિર્ધાર.
આ છે મિચ્છા મિ દુક્કડ પાછળનું રહસ્ય અથવા તત્ત્વજ્ઞાન. આપણે આ રહસ્યને બરાબર સમજીએ, અન્ય લોકો સાથેના વ્યવહારોમાં તેનો બરાબર પ્રયોગ કરીએ, અને સહુ કોઈ પ્રત્યે ક્ષમાયાચનાનો ભાવ કેળવીને હળવા હળવા થઈ જઈએ, એ જ આ પર્વાધિરાજની આરાધનાની ફલશ્રુતિ છે. પ્રયત્ન જરૂર કરજો – આ માટે.
(ભાદરવો-૨૦૬૧)
{
S
પર્યુષણ
૪
-