________________
આપણે ચેતવું જ પડે. નાનામાં નાના જૈન બંધુનું પણ હવે આપણે ધ્યાન રાખવું જ પડે, બે ઉછામણી ઓછી થશે તો ચાલશે, પણ પૈસાના વાંકે બે શ્રાવક વિધર્મમાં જતાં રહેશે, તે નહિ ચાલે. ઉછામણીના પૈસા આ શ્રાવકોની ધર્મરક્ષા ખાતર ભલે વપરાતા. આવી માનસિકતા કે વિચારધારા નહિ કેળવીએ તો હવે જૈનો પર આવનારા હુમલા સામે ટકવાનું બહુ મુશ્કેલ પડશે તે નક્કી છે.
હાલમાં જ પરદેશના કોઈ કેથોલિક ખ્રિસ્તી ચર્ચે તેની વેબસાઈટ પર જાહેર કર્યું છે તેમાં “જૈન અને જૈન ધર્મની વ્યાખ્યા તથા સમજણ આપી છે, જેનોની પ્રાંતવાર વસતી ગણાવી છે. અને જૈનને કેવી રીતે વટલાવવો તેનું માર્ગદર્શન આપીને, કર્ણાટકમાં કોઈ વિધવા જૈન સ્ત્રી તથા તેના પુત્રને કેવી રીતે ખ્રિસ્તી બનાવેલ છે તેનો દાખલો પણ ટાંક્યો છે. જૈનો ! સાવધાન ! એકવીસમી બદી આવી રહી છે!
(કાર્તક-૨૦૬૩)
5
હમશિનન
2
|