________________
મમત્વ બંધાય તો દોષ પણ ગુણ લાગે, રાગ બંધાય. મમત્વ તૂટે તો ગુણ પણ દોષ લાગે, દ્વેષમાં પલટાઈ જાય.
એટલે મમત્વ કાં તો રાગના અને કાં તો ‘ષના બંધનમાં આપણને બાંધતું જ રહે છે, અને આપણે હોંશે હોંશે તેમાં બંધાતાં જ નહિ, હોમાતા પણ રહીએ
છીએ.
મમત્વ હોય તેની અસાધારણ વાત પણ ક્ષમ્ય અને સામાન્ય લાગે. મમત્વ તૂટે ત્યારે સામાન્ય વાત પણ અક્ષમ્ય અને અસાધારણ બની જાય.
એમ લાગે છે કે, આ ખેલ જીવીએ ત્યાં સુધી ચાલુ જ રહેવાના; આ ખેલ બંધ થાય તેવા કોઈ સંયોગો જાણે કે કળાતા જ નથી ! પણ તો તો આ કેટલું બધું ખરાબ કહેવાય ! કેટલું બધું વિષમ ગણાય ! શું આપણે આ બધા ખેલ અટકાવી ન શકીએ? અથવા એને ઓછા – હળવા ન કરી શકીએ?
કશુંક ગમવા માંડે એટલે એના પ્રત્યે આસક્તિ બંધાઈ જાય તેનું નામ “મમતા' પછી એ “કશુંક છૂટી-છટકી ન જાય, બીજા કોઈનું ન થઈ જાય - મારું. જ રહે અને મારું રહે જ – એવી પકડ આવે તેનું નામ “મમત'. પછી એ “મમતે' પ્રેર્યા આપણે રાગ-દ્વેષની ને મારા-તારાની જે સાઠમારી ખેલીએ તે છે વિષમતા; કહો કે જિંદગીમાં સર્જાયેલી વિડંબના.
અણસમજમાં સર્જેલી આવી વિડંબનાઓએ અત્યાર સુધી આપણને ખૂબ રંજાડ્યા છે. અને તે વિડંબનાના કાદવમાં આપણે પણ ખૂબ ખરડાયા છીએ. ભલે. પણ હવે, જો સમજણનો એકાદો છાંટો પણ, આટલી બધી વિડંબના વેઠવાના પ્રતાપે, આપણામાં ઉગ્યો હોય તો, એ કાદવમાંથી, એ વિડંબના, વિષમતા અને મમત તેમ જ મમતામાંથી બહાર આવી જવું, એ જ આપણા માટે કલ્યાણકારી છે. બહાર આવવામાં સાચી સહાય કરે તેવા શુભ દિન-પર્યુષણ પર્વ - હવે સાવ નજીકમાં આવી લાગ્યા છે. જો આપણે તૈયાર-તત્પર હોઈએ તો આ દિવસોમાં આપણે પેલા કાદવમાંથી જરૂર બહાર આવી શકીએ, તેમાં શંકા નથી.
સૌ પ્રથમ આપણે એક જ કામ કરવાનું છે, જેની પણ સાથે મમતાના, મમતના, વિષમતાવાળા સંબંધો થયા હોય તેની ક્ષમાયાચના કરી લેવી. આપણી મમતા કે મમતને કારણે તેઓ વિડંબનામાં મૂકાયાં હોય તો પણ ક્ષમા યાચવી. અને તેમને કારણે આપણને વિડંબના વેઠવી પડી હોય તો પણ ક્ષમા યાચવી. યાદ રહે, આપણે આપણી જાતને કાદવમાંથી બહાર કાઢવી છે.
પર્યુષણ