________________
ગુજરાતના મહામંત્રી વસ્તુપાળને કોઈકે કુશળ સમાચાર પૂછયા. મંત્રીશ્વરે નિર્વેદમસ્યા વદને જવાબ વાળ્યો : મને કુશળ કયાંથી હોય ? આ મહામૂલો માનવભવ મહામહેનતે મળ્યો છે, થોડાંક વરસોનું આયખું છે; અને રોજ સવારે ઊઠું ત્યારે ખબર પડે છે કે એક લાખેણો દિવસ આવરદામાંથી ઓછો થયો. ખટપટ, વહીવટ, ચોવટ અને કાવાદાવામાં જ બધા દિવસો વહી જાય, અને કરવા જેવું કોઈ સુકૃત ન કરીએ, પછી - આ સ્થિતિમાં – અમને ક્ષેમકુશળ કેવી રીતે હોય?
અઢાર ક્રોડ લગભગ સોનામહોરોનો સવ્યય કરીને આબુતીર્થ પર અનુપમ દેવમંદિર બનાવનાર, તેર તેર છ'રી પાળતા યાત્રા સંઘો કાઢીને તેમાં (દરેક સંઘમાં) લાખો ભાવિકોને શત્રુંજય તીર્થની યાત્રા કરાવનાર, સેંકડો અન્નક્ષેત્રો, દાનશાળાઓ, હિન્દુ દેવી-દેવોનાં મંદિરો, જળાશયો, મસ્જિદોનું નિર્માણ કરાવનાર, દાનવીર અને મહાન વિદ્વાન એવા વસ્તુપાળ પણ જો વહીવટ અને ચોવટ વગેરેમાં વહેતા પોતાના દિવસોને, આયુષ્યના બગાડ જેવા લેખાવતા હોય, તો આપણા જેવા પામર અને તુચ્છ આદમીઓનું શું સમજવું? વસ્તુપાળ મંત્રીને તો આખા ગુજરાતનો વહીવટ કરવાનો હતો, યુદ્ધો પણ લડવાનાં હતાં, અને પાછી પોતાની વ્યાપારી પેઢી પણ ચલાવવાની હતી. સમગ્ર સંઘનો, તીર્થોનો અને પોતાનાં ધર્મકાર્યોનો વહીવટ તો ખરો જ. જયારે આપણે? “છપ્પન વખાર ને ભારો કૂચી, વેપાર થોડો પણ નજરો ઊંચી” જેવો આપણો વહીવટ. અને પાછા છળ-કપટનો ને મારા-તારાનો પાર નહિ ! અને છતાં આપણે સહુથી વધારે કુશળ, સલામત અને હેમખેમ! કેવી વિચિત્રતા છે !
ઘણા લોકો તો સંઘ કે ધર્મસ્થાન કે સામાજિક સેવા સંસ્થાનો વહીવટ પણ એવો કરે કે જાણે તે તેમની બાપીકી-વારસાગત મિલકત હોય ! એમાં ખાયકી, કટકી, ગેરરીતિ, ગોટાળા, ગોરખધંધા બધુંજ ચાલે અને તો પણ તેમને પૂછી કે કહી ન શકાય. આવા આદમીની હાલત ધણખૂટ જેવી હોય છે. ખૂંટ (આખલો) હોય તે સેંકડો ગાયોના ધણમાં ગમે ત્યારે ગમે તે ગાયને આંતરી અને પજવી શકે. તેમ આવો આદમી પણ પોતાની નફફટાઈ, દુષ્ટતા અને અનાચારના પ્રતાપે પેદા કરેલી દુર્જનતાના જોરે ગમે તે સંસ્થામાં પગપેસારો કરી શકે છે.
અનાચાર એનો, અને ડૂબે સંઘ, ડૂબે સંસ્થા ! અને વિડંબના તો એ છે કે સાથેના ૧, બ્રીજા વહીવટકારો લાચારથી એની દુષ્ટતાને જોયા કરે, સહ્યા કરે, અને એને
પર્યુષણ