SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ આપણે ધર્મ આરાધના કરીએ છીએ. ધર્મ આપણને ગમે પણ છે. ક્યારેક ધર્મ ગમતો હોય છે માટે કરીએ છીએ. તો ઘણીવાર ગમે કે ન ગમે તો પણ ટેવવશ, દેખાદેખીથી, કુટુંબની પ્રણાલિકા ખાતર અથવા તો વહીવટો છોડવા ન પડે તે માટે પણ ધર્મ કરતા હોઈએ છીએ. માનપાન કે વારંવારની ભૂખ પણ ધર્મ કરવાનું એક મહત્ત્વનું કારણ ખરું જ. આત્મકલ્યાણને અર્થે એટલે કે આત્માનું હિત સાધવા સિવાય કોઈ પણ સ્કૂલ કે અન્ય હેતુ મનમાં ન હોય તે રીતે ધર્મ-આરાધના કરનાર જીવો જગતમાં વિરલ હોય છે. આપણને હજી સંસાર કઠતો નથી. સંસાર દુઃખમય છે તેવો અનુભવ નિરંતર કરતા હોવા છતાં તે દુઃખમય લાગતો નથી. સંસારમાં ભોગવવા પડતાં દુઃખ આકરાં કે વસમાં લાગતાં નથી. “જિંદગી લઈને બેઠા છીએ તો નાનાં મોટાં દુઃખ સંકટ તો આવે, એમાં ગભરાવાનું ન હોય, એનો સામનો કરવાનો હોય. અને જે સ્થિતિ આવે તેને સહી લઈને ધીમે ધીમે તેમાંથી બહાર નીકળી જવાનું હોય. આવી સમજદારી અને શીખામણ, એક માણસને બીજા માણસ તરફથી મળતી રહે છે, અને એ રીતે તેમનું ગાડું ગબડ્યું જાય છે. દુઃખોને સહન કરવાની આપણી ક્ષમતા અજબ છે. ગમે તેવાં દુઃખ આવે, પણ ક્યારેય આપણને તેનાથી થાક નહિ લાગે. થોડીક ફરિયાદ, થોડીક રોકકળ, થોડીક બીજાની મદદ, થોડીક દોંગાઈ – આ બધું કરીશું. અને એમ કરતાં કરતાં સમયના વહેવા સાથે એ દુઃખો શમી જશે, એ સાથે જ આપણે રાજ્જા ! પાછા સંસારમાં ગળા ડૂબ! જાણે આપણને કાંઈ થયું જ નથી ! અને આ પદ્ધતિથી જીવતા માણસને સંસાર વસમો લાગે એ વાતમાં માલ નથી. સંસાર જો આકરો કે અળખામણો ન લાગે તો તેનાં કારણો સુધી જવાની જરૂર તો રહે જ નહિ. જ્ઞાની પુરુષો કહે કે ““સંસાર વસમો છે તેના મૂળમાં આપણા દ્વારા થતાં પાપકર્મો છે. એ પાપકર્મોને નષ્ટ કરીએ, અને નવાં વધે નહિ તેવી મહેનત કરીએ, તો વસમો બની રહેલો સંસાર પણ હળવો થાય અને આપણાં દુઃખ ઓછાં થતાં આપણા કલ્યાણનો માર્ગ પણ પ્રશસ્ત થવા માંડે.” પણ આ વાત
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy