________________
નમો અરિહંતાણં' કે “અરિહંત' એમ બોલવાની આદત પાડજો. બાપ રે, મા રે, એવા શબ્દો સહેજે વાતવાતમાં બોલાતાં હોય છે, તેને ભૂલીને આ શબ્દો પર વધુ ધ્યાન આપજો. મફતમાં મોટો લાભ થાય તેમ છે ગુમાવવા જેવો નથી.
આશા છે કે, ચાતુર્માસમાં આ તથા આવા અન્ય નિયમો તમે લેશો અને પાલન કરશો. આરાધના અને વીતરાગનું શાસન ગમી જાય તો પછી કોઈ વાતે ચિંતા નથી.
(અષાઢ-૨૦૫૯)