________________
ચાતુર્માસના ભીના ભીના દિવસો મજાના વહી રહ્યા છે. બે જાતની ભીનાશ અત્યારે સ્પર્શી રહી છે, ૧. વરસાદની ભીનાશ, ૨. આરાધનાની ભીનાશ. એ રીતે જોઈએ તો આ ભીના થવાની - ભીંજાઈ જવાની મોસમ છે.
શરદીનો કોઠો હોય તે વરસાદથી ડરે ચીકણાં પાપકર્મ હોય તે આરાધનાથી ડરે આ બે સિવાયના મનુષ્યને તો ભીંજાવાનો આનંદ જ હોય.
ભીંજાવાનો આનંદ પામવાની એક અગત્યની શરત એ કે વરસાદ આવે તો જ તે પામી શકાય. વરસાદ ન હોય તો પલળવાનું મુશ્કેલ અને તો ઠંડક પણ અશક્ય જ.
એ જ રીતે, આરાધનામાં ભીંજાવાની પણ એક અત્યંત અનિવાર્ય શરત છે, સાધુ-મુનિરાજોના સત્સંગની અને તેમના મુખે ધર્મ-શ્રવણની.
જે ક્ષેત્રમાં સાધુભગવંતોનો યોગ, કોઈપણ કારણે નથી થતો, તે ક્ષેત્રમાં સાધુ-સંગ અને ધર્મ-શ્રવણ દ્વારા જ વરસતા આરાધનાના વરસાદની કારમી અને આત્મ-અહિતકર અછત થવાની, અને તેથી જ ભીની ભીની મોસમ પણ ત્યાં નહિ જામવાની, અને તો એ ક્ષેત્રનાં મૂળે કોરાં હૈયામાં ઠંડક અને શાતા પણ શી રીતે થાય ?
પરમાત્માની અનરાધાર વરસતી કરુણાનો મધુર રસાસ્વાદ પામવા માટે ગુરુભગવંતોની વાણીનો આધાર આપણા જેવા ભાવ-દુર્બળ જીવો માટે અત્યંત આવશ્યક મનાયો છે. આકાશ તો વરસે, પણ વચ્ચે ડોલ કે નળા (બેરલ)નું માધ્યમ હોય તો જ તે વરસતું પાણી આપણને પીવાના ખપમાં લાગે. એમ પરમાત્મા તો અવિરત કૃપાની વૃષ્ટિ કર્યું જ જાય છે. તેને ઝીલે છે ગુરુભગવંતો, અને તેઓ તેનું રસપાન ધર્મશ્રવણના માધ્યમથી આપણને કરાવે છે. આવું પાન કરવાનો યોગ જેને પણ મળે તે નસીબદાર.
જિજ્ઞાસાપૂર્વક ધર્મશ્રવણ, વિનયપૂર્વક ગુરુદેવોની પાસે તત્ત્વપ્રાપ્તિ, વિવેકથી છલકાતી આત્મલક્ષી ધર્મક્રિયાઓ, જીભની સ્વાદ-સંજ્ઞાને જીતવાની દૃષ્ટિથી તથા કોઈપણ પ્રકારનાં પ્રલોભનો કે વાહવાહની અપેક્ષાથી પર બનીને થતી તપશ્ચર્યા,
ભવસાગરને તરવાની હૈયાંની ભાવનાથી થતી પ્રભુ-ભક્તિ, ભગવાનના અનંતઆ અગણિત ઉપકારો બદલ ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અને વળી,
ચાતુર્માસ