________________
સાંભળી હશે? આથી વધુ લોકોને પ્રભુની વાણીનો લાભ નહિ મળ્યો હોય ? – ના, એવું નથી, ન જ હોય. ભગવાનની વાણી તો લાખો બબ્બે કરોડોને સાંભળવા મળી હોય, પરંતુ તે પછી સંસારમાં રહેલાં વિધવિધ પ્રલોભનો-વિદ્ગોને ઓળંગી જવામાં અને તેને પેલે છેડે જઈને આત્મસાધન કરવા માટે આટલા હજાર કે લાખ જણા જ સમર્થ બન્યા; બાકીના જયાં ત્યાં અટકી-અટવાઈ ગયા, એમ જ માનવું પડે. એટલે જેઓ અટવાયા નહિ, પીછેહઠ ન કરી ગયા, તેવા થોડાક લોકોને જ ભગવાનના પરિવારમાં સમાવેશ પામવાની તક લાધી, બાકીના રહી ગયા.
ભગવાનના નિર્વાણ બાદ, બહુ જ ઝડપથી આપણે ત્યાં “પડતી આવી. ભસ્મગ્રહનો પ્રભાવ ગણો કે હુંડા અવસર્પિણીનો મહિમા, પણ આપણી આજની સ્થિતિ એવી છે કે, સેંકડો-હજારો જણાને ધર્મ સમજાવાય ત્યારે પ-૨૫ માંડ શ્રાવક બને, અને ર૫ જણા શ્રાવક બને તેમાં માંડ ૨-૩ જણા કાંઈક (પૂરેપૂરું તો નહિ જ) વ્રત પાલન કરે. આવું જ સાધુજીવનનું પણ કહી શકાય. કેટલા બધા સાધુતાની – ચારિત્રની વાતો સાંભળે ત્યારે માંડ બે – પાંચ - દસને દીક્ષા લેવાનું મન થાય. અને એમ ઘણાં દીક્ષા પામે ત્યારે તેમાંથી અમુક વિરલ જીવો રૂડો સંયમ પાળીને આત્મકલ્યાણના પંથે પ્રગતિ સાધી જાય.
બધા બધી રીતે બધું પાળે જ, એમ અપેક્ષા રાખવી કે માની લેવું તે જરા વધુ પડતું ગણાય - આ વિષમ કાળમાં. કોઈ ઢીલા પણ પડે. કોઈને મોહનીયનો ઉદય આવી જાય તો પીછેહઠ પણ કરી જાય. પડતા કાળમાં અને મોહમય આબોહવામાં આવું બનવું જરા પણ અશક્ય નથી, કે આશ્ચર્યકારક પણ નથી. ખરેખર તો આવું ન બને તો જ અચંબો પામવાનો.
ઘણા લોકો આવી કોઈની પીછેહઠ થતી જુએ – જાણે ત્યારે શાસનની હીલના થાય તે રીતે વર્તન કરે છે, વાતો બનાવે છે અને સારા-નરસાનો કે હિતાહિતનો વિવેક કર્યા વિના બધાની નિંદા તથા બધાને રંજાડવાનું જ કામ કરવા માંડે છે.
પડનાર જીવ તેના કર્મના કારણે પડે છે. તેના જીવનમાં આવું પતન એ એક બિમારી કે માંદગી જ ગણાય. પરંતુ અણસમજુ કે દોઢડાહ્યા લોકો આવી બિમારી પામનારા પ્રત્યે સહાનુભૂતિથી કે કલ્યાણની કામનાથી જોવા-વર્તવાને બદલે તેની બદનામી કરવામાં જ રસ લે અને સાધુઓની તથા શાસનની નિંદા તથા હાલનામાં આનંદ અનુભવે, તેનો અર્થ એટલો જ કે એવા લોકો આ ભવમાં ‘દુર્જન' બની રહેવાના; ધર્મના દ્વેષી તરીકે ચીકણાં પાપકર્મ બાંધવાના;
મા: