________________
આપણા સંઘમાં આરાધના એટલે કે, તપસ્યાઓ, તેમજ તેની ઉજવણી બહુ બહુ થાય છે. જમણવાર થાય, વરઘોડા નીકળે, પૂજનો ભણાય, અને બધું ભવ્યાતિભવ્ય તેમજ ઠાઠમાઠ પૂર્વક થાય છે. આ બધાં નિમિત્તે ધન પણ અપાર ખર્ચાય છે.
આ બધું જ, એક અપેક્ષાએ અને અમુક હદે, અનુમોદનીય જ ગણાય, પરંતુ, આપણે ત્યાં, આ બધાંની પૂર્વભૂમિકારૂપ જે જ્ઞાન હોવું જોઈએ તે ભાગ્યે જ હોય છે. જ્ઞાનની આરાધના પ્રત્યે અને સમજણ/વિવેકના વિકાસ પ્રત્યે આપણે બધાં ભારોભાર દુર્લક્ષ્ય તથા ઉપેક્ષા સેવીએ છીએ.
મા ખમણ કરનારને નવકારમંત્ર પણ માંડ આવડતો હોય, અને મુહપત્તિ પડિલેહવા જેવી નાનકડી ક્રિયા પણ ફાવતી જ ના હોય, બલ્ક ક્રિયા જ ગમતી ન હોય, એવું વ્યાપકપણે જોવા મળે છે.
તપસ્યા ઘણી કરી શકાય, તેનું ઉજમણું પણ થાય તથા તેના ભપકામાં પૈસો પણ વપરાય. પણ તેને પાંચ અથવા બે પ્રતિક્રમણ કંઠસ્થ કરવાનું, પાકા કરવાનું કે શુદ્ધ કરવાનું કહેવામાં આવે, તો તે તેને ગમે નહિ, તે કરે જ નહિ.
| ક્રિયાવિહોણા અને માત્ર દેખાવ, દેખાદેખી કે વટ પાડવા ખાતર કે પછી પ્રલોભનવશ બનીને થતી તપસ્યા એ ઘણીવાર લાંઘણ જેવી કે કર્મક્ષયને સ્થાને કર્મબંધના કારણ જેવી બની જતી પણ જોવા મળી શકે છે.
આનું શું કારણ? આનું કારણ એક જ : અજ્ઞાનતા. જ્ઞાન વિના સમજણ નહિ, અને સમજણ વિના ધર્મસાધના નહિ.
ઘણા લોકો વળી એવા જોવા મળે છે કે જેમને જ્ઞાન કે સમજણ વિના થયે જતી તપસ્યા ને ક્રિયામાં રસ નથી હોતો, એટલે તેની વગોવણી કરીને, પોતાની સ્વછંદ બુદ્ધિ અનુસાર, ગમે ત્યાં ભટકતા થઈ જાય છે. આવા લોકોને જ્ઞાન મેળવવાનું અને શીખવાનું સૂઝતું નથી, માત્ર બીજાના અજ્ઞાનની બદબોઈ કરીને સાચા જ્ઞાન-ક્રિયાના માર્ગથી ભાગી છૂટવાની જ વૃત્તિ તેમની હોય છે. આ પણ અજ્ઞાનતા જ છે.
આ અજ્ઞાનતાનું નિવારણ કરવા માટે “જ્ઞાન'ની ઉપાસના અને સાધના કરવી જ જોઈએ. જ્ઞાન અને સમજણ વધારવા માટે પ્રાથમિક શિક્ષણરૂપે સૂત્રો કંઠે કરવા, અર્થ સમજવા, વાંચન તથા શ્રવણ તથા સત્સંગ વધારવા – આટલું
૧૫૦.
ધાર્મિક