SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શિવમસ્તુ સર્વજગતઃ જગત ભારે અજંપામાંથી પસાર થઈ રહ્યું છે. પ્રકૃતિએ પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું હોય તેમ, ચોમેર ચાલી રહેલા વિનાશક તાંડવોને જોતાં, લાગી રહ્યું છે. વિગત પાંચ વર્ષો દરમિયાન, ભીષણ ભૂકંપોએ અનેક રાજ્યોના નકશા બદલી નાખ્યા છે. અતિવૃષ્ટિ અને દુષ્કાળ અને ત્સુનામી જેવી પ્રલયકારી હોનારતોએ માનવજાતને જબરદસ્ત પછડાટ ખવડાવી છે. હજીયે આવનારી હોનારતો વિશે જ્યોતિષવિજ્ઞાન તેમજ વિજ્ઞાનીઓ જાતજાતની આગાહીઓ તથા અંદાજો આવે જ જાય છે. એ સૂચવે છે કે માનવીએ નિરાંતનો શ્વાસ લઈને બેસવાનો સમય હવે આથમી ગયો છે. હવે તો તેણે અદ્ધર શ્વાસે અને ઉભડક પગે જ જીવવાનું છે. કઈ ક્ષણે, કયા પ્રદેશમાં કે ક્ષેત્રમાં, કેવા સ્વરૂપે આફત ઊતરશે, એ હવે અકથ્ય છે. પણ એટલું નક્કી છે કે હવે આવનારી કોઇપણ આફત, સેંકડોમાં નહિ, પણ હજારો તેમ જ લાખોમાં જ જનસંહારનો પયગામ લઈને આવવાની નાથસંપ્રદાયના યોગીઓ કહેતા હતા તેમ, હવે, “પટ્ટન સો દટ્ટન, ઓર માયા સો મિટ્ટી' એ ઉક્તિના સાક્ષાત્કારના યુગમાં આપણે પ્રવેશી ચૂકયા છીએ. સામ્યવાદ અથવા તો માસવાદ તરફથી “શોષણવિહીન સમાજરચનાનો વિચાર/સિદ્ધાંત તો હજી હમણાં, વીસમી સદીમાં પ્રચલિત બન્યો. ભારતવર્ષમાં તો એ વિચારનું અમલીકરણ સદીઓ અગાઉથી પ્રવર્તતું હતું. આ દેશમાં માણસ દ્વારા માણસનું શોષણ કદાપિ નહોતું થતું. એટલું જ નહિ, આ દેશના મનુષ્ય, પ્રકૃતિ એટલે કે પર્યાવરણનું શોષણ પણ કદી નથી કર્યું. આ દેશના માનવીએ મનુષ્યને જ નહિ, પણ પશુ, પંખી, જળચર જંતુઓ, વનૌષધી કે વનસ્પતિ, પાણી, માટી અને તમામ જાતની જીવસૃષ્ટિને નિર્ભય રીતે જીવવાનો અબાધિત અધિકાર હમેશાં બહ્યો છે. આમાંના એક પણ તત્ત્વનું અહીંના મનુષ્ય શોષણ કે ક્ષય નથી કર્યો, નથી થવા દીધો. “શોષણવિહીન સમાજરચના' એવો શબ્દપ્રયોગ તથા સિદ્ધાંત પ્રચલિત નહોતા થયા તે વખતમાં અહીંના મનુષ્ય પાસે એ વિચારને જીવી જાણવાની શક્તિ હતી. શોષણની ખરી શરૂઆત તો આ સિદ્ધાંત રચાયો ત્યારથી જ થઈ. પ્રત્યેક આવા સિદ્ધાંતની ઉત્પત્તિ, તેનું પાલન ન થાય અને તેનો ખુલ્લંખુલ્લા ભંગ
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy