________________
થયા. વિદ્વાનોનું નાનું મજાનું મિલન પણ યોજાયું. ફાગણી તેરસનો યાત્રામેળો પણ થયો. અને હવે પછી નૂતન ઉપાશ્રય, ગુરુમંદિર તથા અન્ય ધર્મસ્થાનોના નિર્માણના સંકલ્પ પણ થયા.
હવે જઈએ છીએ પાલીતાણા. ચૈત્રી પૂનમે દયાળુ દાદાના ચરણોને ભેટવા એવો ભાવ થતાં તે દિશામાં વિહર્યા છીએ. ત્યાંથી તુરત જ નીકળી જઈશું અને વૈ.શુદ ત્રીજ સુધીમાં ખંભાત પહોંચવાની ધારણાએ વિહાર ચાલશે.
સમય એટલો બધો અમંગળ અને ત્રાસદાયક આવ્યો છે કે સમગ્ર વાતાવરણમાં હિંસા અને ખાનાખરાબી જ પ્રસરેલાં અનુભવાય છે. બર્ડ ફ્લુના બહાને લાખો-કરોડો પક્ષી-પ્રાણીઓનું નિકંદન નીકળ્યું અને નીકળી રહ્યું છે. અન્યથા પણ તે જીવોની તો કતલ જ થવાની હતી! પોતાના રંગ-રાગ અને ભોગ માટે માનવજાતે કેટકેટલાં જીવોને ક્રૂર સંહાર કરવા ધાર્યો છે! અકલ્પ્ય તો છેજ, અસહ્ય પણ છે. અને આ બધી સંહારક ઘટનાઓનું પરિણામ, કુદરત રૂઠશે - અને રૂઠશે જ – ત્યારે સમગ્ર મનુષ્યસમાજે ભોગવવાનું આવવાનું છે. ખરેખર
-
-
તો હિંસાની તમામ દુર્ઘટનાઓમાં, આપણે - પ્રત્યેક મનુષ્ય, પરોક્ષ યા પ્રત્યક્ષ રીતે ભાગીદાર છે જ; અને તેથી તેનું પરિણામ આવે તેમાં પણ આપણો ભાગ પડે તો તે અનિવાર્ય જ ગણાય.
આપણે સૌ, દિવસમાં એકવાર પણ, જગતના તમામ જીવોનું, મરનારમારનાર અને બીજા એમ સર્વ જીવોનું ભલું ઇચ્છતી પ્રાર્થના, નિર્મળ ચિત્તે કરવાનું શરૂ કરી દઈએ. ઝાઝા લોકોની આવી પ્રાર્થના પણ સૃષ્ટિને અને સમાજને નુકસાનીથી અવશ્ય બચાવી શકે.
(ચૈત્ર-૨૦૬૨)
વિહારયાત્રા