________________
એવી રીતે ભંડારેલી હતી કે ખોદકામ દરમિયાન કોશ-કોદાળી પડે તો પણ પ્રતિમાને આંચ ન આવે. પ્રતિમા સાથે આરતી, કળશાઓ વ. પણ નીકળ્યા હતા. અમે એ ભવ્ય પ્રતિમાનાં દર્શન કર્યા, ત્યારે તીર્થયાત્રાની લાગણી અનુભવી.
૩. આ બધું જોતાં સહેજે ખંભાતના થંભણ પાર્શ્વનાથ યાદ આવી જાય. તે બિંબ સાવ નાનું - સાત ઈંચનું અને નીલમરત્નનું છે. તેનો નાશ થવાની સતત ભીતિ રહ્યા કરતી. તેની રક્ષાઅર્થે સદીઓ પૂર્વેના વૃદ્ધોએ એક અદ્ભુત આયોજન કરેલું. શામળા પાર્શ્વનાથની એક મોટી ભવ્ય અને ભરાવદાર પ્રતિમા ભરાવી. તે પ્રતિમાની પીઠમાં એક બાકોરૂં પાડયું. તેને એ જ પત્થરની તે માપની ડાગળી લગાડી દીધી. જ્યારે ભય ઉપસ્થિત થાય ત્યારે એ ડાગળી ખોલી, તે પ્રતિમાના પોલાણમાં થંભણજી પાર્શ્વનાથનું બિંબ મૂકી તે ડાગળી સીલ કરી દેવાય. એટલે કોઈવાર તે પાર્શ્વનાથની મોટી મૂર્તિ ખંડિત થાય તો પણ તેના પેટમાં સંતાડેલ આ ઐતિહાસિક રત્નબિંબને કાંઈ નુકસાન ન થાય.
આ શામળાજીની પ્રતિમા આજે પણ ખંભાત થંભણજીના દેરાસમાં બિરાજમાન છે. આપણા પૂર્વજોએ ધર્મની રક્ષા માટે કેટલી અદ્ભુત અને દૃષ્ટિસંપન્ન યોજનાઓ કરી હશે! માથું નમી જાય છે.
તીર્થયાત્રા કરવામાં આવું સમજવાની વૃત્તિ અને દૃષ્ટિ જો કેળવીએ તો યાત્રાનો આનંદ બેવડાય, અને વિહારનો થાક ઊતરી જાય.
(વૈશાખ-૨૦૬૧)
વિહારયાત્રા