________________
ગયે વર્ષે કરેલા દીર્ઘ વિહારની તુલનામાં આ વખતે વિહાર ઘણો નાનો - ઓછો રહ્યો. કર્ણાટક પ્રદેશમાં વિહાર શરૂ કર્યો, પછી બેત્રણ દહાડા આંધ્રપ્રદેશમાં સ્પર્શના કરી, એ પછી ચાલુ થયો તમિલનાડ પ્રદેશ.
આ ત્રણેમાં સરખામણીમાં કર્ણાટકની પ્રજા વધુ ધાર્મિક અને વધુ અહિંસક લાગી. તમિલનાડુમાં તો દાખલ થયા કે હિંસાચાર સર્વત્ર વ્યાપેલો જોવા મળ્યો. મરઘાં, બકરાં, ઘેટાં, ડુક્કરો તથા ગાય જેવાં મૂંગાં પ્રાણીઓની છડેચોક કતલ અને તેનો ઉઘાડો ધંધો – આ ક્યારેય ન કલ્પેલી વાતો સગી આંખે જોવાની આવી, જેની અરેરાટી અને કમકમાં હજી પણ શમતાં નથી. અરે, ચૈત્ર શુદિ ૧૩ સોમવારે પ્રભુમહાવીરનો જન્મદિવસ હતો. સંયોગથી તે જ દહાડે તમિલ બેસતું વર્ષ હતું. તે દિવસે સવારના પહોરથી મોડી રાત સુધી હિંસાચાર જ જોવા - અનુભવવાનો આવ્યો ! મનમાં પારાવાર ઉદ્વેગ થતો રહ્યો કે આવા દેશમાં આવવાની ભૂલ આપણે ક્યાં કરી?
શાસ્ત્રોમાં વર્ણન આવે કે આર્ય દેશમાં જન્મ મળવો દુર્લભ ખરો, પણ તેમાં પણ આર્ય કુળમાં જન્મ વધુ કઠણ ગણાય. આ વાત આ દેશની સ્થિતિ તથા પ્રજાને જોતાં સુપેરે સમજમાં આવી. આર્ય દેશમાં તો આ લોકો પણ જન્મ્યા છે, પણ અનાર્ય બનીને. હિંસા, અભક્ષ્યભક્ષણ, કૂરતા જેવાં અનાર્ય તત્ત્વોવાળાં કુળ-જાતિમાં જન્મ્યા હોઈને આ બધાં આર્યદેશમાં પેદા થયેલા અનાર્યો જ ગણાય. ન કરવા યોગ્ય કાર્ય કરે, અને કરવા યોગ્ય કાર્ય ન કરે તે અનાર્ય'. અને એ સાથે જ પરમાત્માના પુનિત શાસનના જ્ઞાનીઓએ પુણ્ય-પાપના તફાવતો, પુણ્યના ઉદયથી જ આર્ય દેશ અને કુળમાં જન્મ મળી શકે. વગેરે જે વાતો વર્ણવી છે તેનો મર્મ બરાબર સમજાઈ ગયો. આપણા પાપોદય હોત તો આપણે પણ આવી અનાર્ય જાતિમાં જન્મીને આવાં નિંદનીય અને ધૃણાસ્પદ એવાં હીન કૃત્યો કરતા હોત. પરમાત્માની પરમ કરુણા આપણા પર વરસી છે કે, આપણે આવાં અધમ કૃત્યો કરવા પડે તેવી અનાર્ય પરિસ્થિતિમાં પેદા નથી થયા ! ભગવાનનો અનુગ્રહ માનીએ તેટલો ઓછો છે.
મનમાં સતત એક તુમુલ ઘમસાણ મચ્યા કરે કે આ લોકોને આવા ઘોર પાપમાર્ગેથી પાછા વાળી કેમ ન શકાય ? અનેક અનેક વિકલ્પો તથા સંકલ્પો
ને મનસૂબા ઘડાય, અને મનમાં જ પાછા વિલાઈ પણ જાય. અશક્યપ્રાય ગણાય 1. એવી તરંગમાલા છે એ. આજે તો રાજ્યસત્તા સ્વયં હિંસાને અને હિંસાજીવી
વિહાયાત્રા